1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતીઃ સ્વામી વિવેકાનંદજી અને ગાંધીજી સહિતના મહાનુભાવોએ શ્રીમદ્ ભગવત ગીતાજીને પોતાના જીવનમાં ઉતારી
શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતીઃ સ્વામી વિવેકાનંદજી અને ગાંધીજી સહિતના મહાનુભાવોએ શ્રીમદ્ ભગવત ગીતાજીને પોતાના જીવનમાં ઉતારી

શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતીઃ સ્વામી વિવેકાનંદજી અને ગાંધીજી સહિતના મહાનુભાવોએ શ્રીમદ્ ભગવત ગીતાજીને પોતાના જીવનમાં ઉતારી

0
Social Share

સમગ્ર દેશમાં માગશર સુદ એકાદશી-મોક્ષદા એકાદશી શ્રીમદ્ ભગવત ગીતાજીની જ્યંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રોનું આયોજન કરવામાં આવે છે. હિન્દુઓના પવિત્રગંથ શ્રીમદ્ ભગવત ગીતાજીનું માત્ર સનાતનીઓ જ નહીં પરંતુ વિવિધ ધર્મ અને સંપ્રદાયના લોકો પઠન કરીને પોતાના જ્ઞાન ગંગામાં વધારો કરે છે. એટલું જ નહીં અનેક મહાનુભાવોએ શ્રીમદ ભગવદ ગીતાના સંદેશ અનુસાર દુનિયાને નવી રાહ ચિંધી છે.

  • શ્રી સ્વામી વિવેકાનંદજી

કર્મયોગનું રહસ્ય છે – વિના કોઈ ફળની ઈચ્છાથી કર્મ કરવું. આ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જણાવેલ છે.

  • શ્રી મહર્ષિ અરવિંદ ઘોષ

ગીતાના અધ્યયનથી મનુષ્ય પોતાની પૂર્ણતા તથા સર્વોત્કૃષ્ટ આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરી શકે છે.

  • શ્રી મહામંડલેશ્વર ગીતા મનીષી સ્વામી જ્ઞાનાનંદ

શ્રીમદ્ ભગવદ્ ગીતા પવિત્ર ગ્રંથ જ નહીં, સંપૂર્ણ માનવતાની આસ્થા,જીવનગ્રંથ,શાંતિ,સદભાવના માનવતા અને હાસ્ય તથા દરેક સમસ્યાના સમાધાનનો ગ્રંથ છે.

  • શ્રી પંડિત મદનમોહન માલવીય

માનવ ઇતિહાસમાં સૌથી ઉત્કૃષ્ટ જ્ઞાન અને અલૌકિક શક્તિ સંપન્ન પુરુષ ભગવાન શ્રીકૃષ્ણ થયા છે તથા પૃથ્વી મંડળની પ્રચલિત ભાષાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના સમાન એટલું વિપુલ જ્ઞાનયુક્ત કોઈ બીજા ગ્રંથમાં નથી.

  • શ્રી આચાર્ય વિનોબા ભાવે

ગીતા તરફનો મારો સંબંધ તર્કથી આગળ છે. મારું શરીર માના દૂધથી જેટલું પોષિત થયું છે તેનાથી અધિક વધારે મારા હૃદય અને બુદ્ધિનું પોષણ ગીતારૂપી દૂધથી થયેલ છે. તર્કને કાપીને શ્રદ્ધા અને પ્રયોગ,આ બે પાંખોથી જ હું ગીતા-ગગનમાં યથાશક્તિ ઉડાન ભરતો રહ્યો છું. ગીતા મારું પ્રાણ તત્વ છે. જ્યારે હું ગીતાના સંબંધમાં કોઈની સાથે વાતચીત કરું છું ત્યારે ગીતા સાગર પર તરું છું અને જ્યારે એકલો રહું છું ત્યારે તે અમૃત-સાગરમાં ઊંડી ડૂબકી લગાવીને બેસી જાવું છું.

  • શ્રી ગાંધીજી

ગીતા મારા માટે માતા છે.જ્યારે ક્યારેક થાક્યો,હાર્યો નિરાશ મન લઈ ગીતાના શરણમાં પહોંચ્યો છું તેને મને નવી દિશા સંજીવની આપી છે.
હું ઈચ્છું છું કે ગીતા રાષ્ટ્રીય સ્તર પર વિદ્યાલયોમાં જ નહીં, પરંતુ પ્રત્યેક શિક્ષણ સંસ્થાનમાં ભણાવવામાં આવે.

  • શ્રી ડૉ.મોહનરાવ ભાગવત

ગીતાનો એક પણ શબ્દ નિરર્થક નથી. ગીતા પર કંઈક બોલવું, કંઈક ચિંતન કરવું હોય તો એક-એક શબ્દનો વિચાર કરવો પડે છે. ધર્મક્ષેત્રે-કુરુક્ષેત્રે….વિચાર કરો આ શું છે? અમસ્તા જ નથી કહ્યું. કુરુક્ષેત્ર એક સ્થાનનું નામ નથી, જ્યાં લોકો પોતાનું કર્તવ્ય કરી રહ્યા છે. કથામાં કુરુક્ષેત્ર છે, તે ઇતિહાસ છે ત્યાં સાકાર થઈ છે આ ઘટના. પરંતુ કુરુક્ષેત્ર તો આપણું જીવન છે, તેમાં આપણું કર્તવ્ય નિભાવવાનું છે અને તે કુરુક્ષેત્ર જ્યાં કર્તવ્ય નિભાવવાનું છે તે કેવું છે? તે ધર્મક્ષેત્ર છે, જેનાથી સમાજ બને છે.

  • સુનિતા વિલિયમ્સ

તેમની સાથે ગણેશની મૂર્તિ અને ભગવદ ગીતાની એક નકલ અવકાશમાં લઈ ગઈ હતી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code