શુભમન ગિલ એ પોતાની પ્રથમ સદી ફટકારી -બનાવ્યો નવો રેકોર્ડ
- શુભમન ગિલે પ્રથમ સદી ફટકારી
- નવો રેકોર્ડ બનાવ્યો
દિલ્હીઃ- ચટ્ટોગ્રામ ટેસ્ટના ત્રીજા દિવસે, શુભમન ગિએ સદી ફટકારી છે. તેણે પોતાની ઇનિંગમાં 3 સિક્સ અને 10 ફોર ફટકારી હતી. તેણે 152 બોલમાં 110 રન બનાવ્યા હતા. શુભમન ગિલની પણ આ પ્રથમ ટેસ્ટ સદી છે.
ટીમ ઈન્ડિયાના ભાવિ સ્ટાર ગણાતા યુવા બેટ્સમેન શુભમન ગિલ આખરે ટેસ્ટ ક્રિકેટમાં સદી પૂરી કરવામાં સફળ રહ્યો.ગિલે 147 બોલમાં ચોગ્ગો ફટકારીને તેની ટેસ્ટ સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 10 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
આ સાથે જ ગિલે માત્ર 12મી મેચમાં પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ ગિલનો સૌથી મોટો સ્કોર પણ છે. આ અગાઉ તેણે બ્રિસ્બેનના ગાબા ખાતે ઓસ્ટ્રેલિયા સામે 91 રનની ઇનિંગ રમી હતી, જ્યાં ભારતે ઐતિહાસિક જીત નોંધાવી હતી.ગિલે સદીની ઇનિંગ્સમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા
𝐌𝐚𝐢𝐝𝐞𝐧 𝐓𝐞𝐬𝐭 𝐂𝐞𝐧𝐭𝐮𝐫𝐲 𝐟𝐨𝐫 @ShubmanGill 💯👌👏
Live – https://t.co/GUHODOYOh9 #BANvIND pic.twitter.com/NKSNQfq9wT
— BCCI (@BCCI) December 16, 2022
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2020માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કરનાર શુભમને બાંગ્લાદેશની ચિત્તાગોંગ ટેસ્ટની બીજી ઇનિંગ પહેલા 4 અડધી સદી ફટકારી હતી. આ પહેલા તે ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેનમાં 91 રન બનાવીને આઉટ થયો હતો. તાની સદી પૂરી કર્યા બાદ ગિલ પોતાની ઇનિંગને આગળ વધારી શક્યો ન હતો અને 152 બોલમાં 110 રન બનાવીને તે મેહિદી હસનના હાથે કેચ આઉટ થયો હતો.