- લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન
- છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર
- વિતેલા દિવસે તબિયત લથડતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા
- મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
મુંબઈઃ- શુરોની દુનિયામાં જેનું નામ અવ્વલ સ્થાને લેવાય છે તેવા શુરોના મલ્લિકા અને સંગીત જગતની જાણીતી હસ્તી લતા મંદેશકરજી એ 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડિ હોસ્પિટલમાં આજે વહેલી સવારે અંતિમ સ્વાસ લીધા છે.તેમણે આ ફાનિ દુનિયાને થોડા સમયની બિમારી બાદ અલદિવદા કહી છે.
સંગીતના રાણી લતા મંગેશકરનું નિધન થયું છે. તે 8 જાન્યુઆરીથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા હતી. કોવિડ સંક્રમણ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ એક મધ્યમ વર્ગના મરાઠી પરિવારમાં થયો હતો. મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં જન્મેલી લતા પંડિત દીનાનાથ મંગેશકરની મોટી પુત્રી હતી. તેનું પહેલું નામ ‘હેમા’ હતું, પરંતુ જન્મના પાંચ વર્ષ પછી તેના માતા-પિતાએ તેનું નામ ‘લતા’ રાખ્યું હતું.
લતા મંગેશકર સાત વર્ષના હતા ત્યારે મહારાષ્ટ્ર આવ્યા. તેમણે પાંચ વર્ષની ઉંમરે પિતા સાથે થિયેટર આર્ટિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. લતાજી બાળપણથી જ ગાયિકા બનવા માંગતા હતા.
ઉલ્લેખનીય છે કે લતાજીના પિતા શાસ્ત્રીય સંગીતના ખૂબ જ શોખીન હતા. તેથી જ તેઓ લતાજીને ફિલ્મોમાં ગાવાની વિરુદ્ધ હતા. 1942 માં તેમના પિતાનું અવસાન થયું. આ પછી તેમના પરિવારની આર્થિક સ્થિતિ બગડી અને પરિવાર ચલાવવા માટે લતાએ મરાઠી અને હિન્દી ફિલ્મોમાં નાની-નાની ભૂમિકાઓ ભજવવાનું શરૂ કર્યું.
લતા મંગેશકરને પહેલીવાર સ્ટેજ પર ગાવા માટે 25 રૂપિયા મળ્યા હતા. તે તેને પોતાની પ્રથમ કમાણી માને છે. લતાજીએ પહેલીવાર 1942માં મરાઠી ફિલ્મ ‘કીટી હસલ’ માટે ગીત ગાયું હતું. લતા મંગેશકરનું સમગ્ર જીવન તેમના પરિવારને સમર્પિત હતું. ઘરના તમામ સભ્યોની જવાબદારી તેના માથે હતી, તેથી જ્યારે લગ્નનો વિચાર આવ્યો ત્યારે પણ તે અમલ કરી શક્યા નહીં. લતા મંગેશકરને 2001માં સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.