1. Home
  2. ગુજરાતી
  3. શ્વેતા તિવારીની દિકરીએ ચુપ્પી તોડીઃપિતા કરતા હતા ખરાબ ટિપ્પણી
શ્વેતા તિવારીની દિકરીએ ચુપ્પી તોડીઃપિતા કરતા હતા ખરાબ ટિપ્પણી

શ્વેતા તિવારીની દિકરીએ ચુપ્પી તોડીઃપિતા કરતા હતા ખરાબ ટિપ્પણી

0
Social Share

ટેલિવિઝન પર પ્રેરણાના પાત્રથી ખુબજ લોકપ્રિય બનેલી શ્વેતા તિવારીને તેના પહેલા પતિથી એક પલક નામની દિકરી છે,તેના પતિ સાથે તેણે છૂટાછેડા લીધા હતા ,ત્યાર બાદ પોતાની નાની પૂત્રીને પિતાનો પ્રેમ મળે તે માટે તેણે ફરિ બીજી વાર અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા ,પરંતુ લગ્નના થોડા વર્ષ બાદ જ શ્વેતા તિવારીએ તેના પતિ પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો છે,આ વાત 12 ઓગસ્ટના રોજથી ચર્ચોનો વિષય બની છે ત્યારે  સમગ્ર વાતને લઈને હવે શ્વેતાની પુત્રી પલકે ઈન્સટાગ્રામ પર પોતાની ચુપ્પી તોડી છે, પલકે પોતાના સાવકા પિતાની હરકત વિશે ઈન્સટાગ્રામ પર વાત કરી છે અને લોકોને ખોટી અફવા ન ફેલાવવા કહ્યું છે.

પલકે લખ્યું છે કે “સૌથી પહેલા હું તે લોકોનો આભાર વ્યક્ત કરીશ જેમણે આમારા માટે ચિંતા વ્યક્ત કરી અને અમારી મદદે આવી પહોચ્યા,હવે હું મારી તરફથી કેટલીક વાતો ચોખ્ખા શબ્દોમાં કહેવા માંગુ છું, મિડિયા પાસે સચ્ચાઈ નથી અને હશે પણ નહી, હું પલક તિવારી કેટલીક વાર ઘરેલું હિંસાનો શિકાર બની છું,મારી માતા આ ઘરેલું હિંસાનો ભોગ નથી બની,જ્યારે મે ફરિયાદ નોંધાવી ત્યાર પહેલા મારા પિતાએ મારી માતા શ્વેતા પર ક્યારેય હાથ ઉપાડ્યો જ નથી,એક વાંચક તરીકે તે ભૂલી જવુ સરળ છે કે બંધ દરવાજા પાછળની હકીકત શું છે? જે તમે નથી જાણતા, મારી માતા એ પોતાના બન્ને લગ્ન જીવન દરમિયાન ખુબજ ધીરજ રાખી છે, તમારામાંથી કેટલાક લોકો એ ખુશનસીબીથી આવી પરિસ્થિતીનો સામનો નહી કર્યો હોય ,માટે તમને આ પરિસ્થિતીમાં કોઈ પણ કોમેન્ટ કરવાનો કોઈ અધિકાર નથી”

પલક તિવારીએ વધુમાં લખ્યુ કે “અભિનવ કોહલીએ ક્યારેય મને ખરાબ રીતે ટચ નથી કરી,તેમણે મારુ શારીરિક શોષણ પણ નથી કર્યું,આવી ખબરો અને અફવા ફેલાવતા પહેલા સાચી વાતને જાણવી જરુરી છે, તેઓ સતત મારી પર ખરાબ કમેન્ટ્સ કરતા હતા જેનાથી હું ડીસ્ટર્બ થતી હતી જો તે કોમેન્ટ્સ કોઈ બીજી મહિલા સાંભળી જાય તો તેને પણ શરમ આવે, આપણે એક પિતા પાસે આવા શબ્દો સાંભળવાની ક્યાકેય આશા નથી રાખતા, સોશિયલ મિડિયાના માધ્યમથી અને સમાચાર પત્રમાંથી વાંચીને તમે અમારુ જીવન જોઈને અમારી પરિસ્થિતી વિશે તો જાણકારી મેળવી લો છો પરંતુ તે નથી સમજી શકતા કે તેના પર ટીપ્પણી કરીયે”

શ્વેતા તિવારીના પહેલા પતિએ પણ  આ વાતને લઈને રિએક્ટ કર્યું છે  , રાજા ચૌધરીએ કહ્યું છે કે “હું  આ બધુ સાંભળીને હેરાન છું, એક પિતા માટે આ વાતો સાઁભળવી ખુબ જ દુખની વાત છે,હું મારી પૂત્રી સાથે જોડાયેલો છું અને મારી તેના સાથે આ વિશે વાત થઈ છે ”

ઉલ્લેખનીય છે કે આ મામલામાં શ્વેતા તિવારીના પહેલા પતિ રાજા ચૌધરીનું  બયાન પણ સામે આવી ચુક્યુ છે, આ વિશે તેને પુછવામાં આવતા તેમણે કહ્યું કે, “ મને મિડિયાના માધ્યમથી  આ બાબતની ખબર પડી છે, મારી પલક સાથે વાત થઈ છે,તેણે કહ્યું છે કે  ચિંતા કરવા જેવી કોઈ વાત નથી હું ઠીક છું, એક પિતા હોવાના નાતે મારા માટે આ ચિંતાનો વિષય છે ”

આમ શ્વેતા તિવારીની પુત્રી પલકે સોશિયલ મિડિયામાં આ વાતનો ઉલ્લેખ કરીને લોકોને સાચી હકીકતથી વાકેફ કરાવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code