- એલઆઈસી ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મોહન્તી
- સિદ્ધાર્થ મોહન્તીએ સંભાળ્યો કાર્યભાર
દિલ્હીઃ-એલઆઈસી ઓફ ઈન્ડિયાના મેનેજિંદ ડિરેક્ટર તરીકે સિદ્ધાર્થ મોહન્તીની સોમવારના રોડ નિમણૂક કરાવામાં આવી હતી, વિતેલી ૨૦ જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકારની જાહેરાતને પગલે મૅનેજિંગ ડિરેક્ટર તરીકે તેમની નિમણૂક થઈ હતી ત્યારે હવે તેમને પોતાનો કાર્યભાર સંભાળ્યો છે.
એલઆઇસીના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યા પહેલા તેઓ દેશની અગ્રણી હાઉસિંગ ફાઇનૅન્સ કંપની એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
સિદ્ધાર્થ મોહન્તી એલઆઇસી એચએફએલના ચીફ ઑપરેટિંગ ઑફિસર પણ રહી ચૂક્યા હતા. મોહન્તીએ વર્ષ ૧૯૮૫માં એલઆઇસીમાં ડાયરેક્ટ રિક્રૂટ ઑફિસર તરીકે તેમના કાર્યભારની શરુઆત કરીને પોતાની કારકિર્દી બનાવવા તરફ એક ગડ આગળ ભર્યું હતું, બસ ત્યારથી તેઓએ ક્યારે પાછુ ફળીને જોયુ નથી અને આજે તેઓ એલઆઈસીમાં આ હોદ્દા સુધી પહોંચ્યા છે.
એલઆઇસી એચએફએલમાં જોડાતાં પહેલાં તેઓ એલઆઇસી ઑફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર – લિગલ પણ રહ્યા છે, તેમને ત્રણ દશકા સુધીનો સમયગાળો આ સ્થાન પર પસાર કર્યો છે, અને તેમના કાર્યને આગળ ધપાવ્યું છે,
અત્યાર સુધી તેમના જીવનકાળ દરમિયાન તેઓ માર્કેટિંગ, એચઆર, ઇન્વેસ્ટમેન્ટ્સ અને લિગલ જેવાં ક્ષેત્રોમાં એક ખાસ ઓળખ બનાવી ચૂક્યા છે, તેઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાનાં રાજ્યોમાં ફેલાયેલા એલઆઇસીના વેસ્ટર્ન ઝોનના રિજનલ હેડ ઑફ માર્કેટિંગ વર્ટિકલ, ચીફ ઑફ ઇન્વેસ્ટમેન્ટ્સ તરીકે પણ કામ કરી ચૂક્યા છે