Site icon Revoi.in

ફિટનેસમાં અનેક એવોર્ડ જીતનારા સિદ્ધાર્થ શુક્લાનો ફિટનેસ મંત્ર હતો, ‘મજબૂત શરીર સાથે મજબૂત મનોબળ હોવું જરુરી’

Social Share

 

મુંબઈઃ સિદ્ધાર્થ શુક્લાના મોતને લઈને સમગ્ર મનોરંજન જગતમાં શોક છાવાયેલો જોવા મળી રહ્યો છે, તેમના લાખો ફેન્સની આંખો નમ થઈ છે, સિદ્ધાર્થ કે જેની ફિટનેસના લાખો ચાહક હતા, પોતાને ફિટ રાખવા માટે તેઓ સતત એક્ટિવ રહેતા હતા ,માત્ર 40 વર્ષે હાર્ટ એટેકેના કારણે મોત થયાના સમાચારથી સમગ્ર દેશના લોક શોકમાં ડૂબ્યા છે, તેઓ પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપતા હતા છત્તા હાર્ટ એટેકના કારણે  થયેલા મોતથી દરેકના મનમાં સવાલો  પેદા કર્યા છે.હાલ તેમના પોસ્ટમોર્ટમને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે.

સિદ્ધાર્થ શુક્લા ફિટનેસ પ્રત્યેખૂબજ સજાગ રહેતા હતા તેનો અંદાજ એ વાત પરથી  ચોક્કસ લગાવવો જઈએ કે વર્ષ 2014 માં તેમને મોસ્ટ ફિટ એક્ટરનો ગોલ્ડ એવોર્ડ એનાયત  કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેને રેડિફના ટોપ -10 ટેલિવિઝન કલાકારોના લિસ્ટમાં પણ સ્થાન મેળવ્યું હતું. આટલું જ નહી આગળ જતા વર્ષ 205 માં, તેને 8 માં જીઓસ્પા એશિયાસ્પા ઇન્ડિયા એવોર્ડ્સમાં વેલનેસ આઇકોન ઓફ ઘ યરના સમ્માનથી પણ નવાઝવામાં આવ્યા હતા.

વર્ષ 2021 માં પણ સિદ્ધાર્થને સિન્થ ગ્લોબલસ્પા ફિટ એન્ડ ફેબ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા. તેના પ્રમોશનલ કાર્યક્રમમાં, સિદ્ધાર્થે કહ્યું હતું કે- “મારો ફિટનેસ મંત્ર એ છે કે વધુ સારા શરીર માટે, તમારે વધુ સારા શરીર માટે વધુ સારુ મન-માઈન્ડ હોવું જોઈએ.

સિદ્ધાર્થનો જન્મ મુંબઈમાં થયો હતો. તેણે મોડેલિંગ અને અભિનયમાં ક્યારેય રસ નહોતો. સિદ્ધાર્થ હંમેશા બિઝનેસ કરવા માંગતો હતો. તે પોતાના દેખાવને કારણે લોકોને આકર્ષિત કરતો હતો. એકવાર વર્ષ 2004 માં, તેની માતાના કહેવા પર, સિદ્ધાર્થે એક મોડેલિંગ સ્પર્ધામાં ભાગ લીધો. સિદ્ધાર્થ પોર્ટફોલિયો લીધા વગર અહીં પહોંચ્યો. બસ અહીંથી સિદ્ધાર્થના એક્ટિંગ જીવનની સફરની શરુઆત થઈ ,આજે માત્ર 40 વર્ષની ઉંમરમાં તેમણે ઘણુ નામ બનાવી લીધુ છે, ટીવી જગતમાં તેમનું નામ મોખરે લેવામાં આવે છે, બાલિકા વધુથી તેઓ ઘર ઘરમાં જાણીતો ચહેરો બન્યા હતા