- અમેરીકાની જહોનસન અને જહોનસન કંપનીની વેક્સિન
- જહોનસન અને જહોનસનની વેક્સિન ટ્રાયલ પર લગાવાઈ રોક
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના વેક્સિનને લઈને અનેક દવાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે,જેમાં કેટલીક વેક્સિનના તો પરિક્ષણો પર થઈ રહ્યા છે ત્યારે અમેરીકાની એક દવા બનાવતી કંપની જહોનસન અને જહોનસનની કોરોના વાયરસ વેક્સિનની આડઅસરને કારણે ડોઝ લેનાર વોલિન્ટિયરની અચાનક તબિયત ખરાબ થઈ છે. આ ઘટના પછી, કંપનીના તમામ વેક્સિનના પરિક્ષણો પર રોક લગાવવામાં આવી ચૂકી છે,આ વેક્સિનનો ત્રીજો તબક્કો હતો, જો કે આડઅસરના કારણે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે
કોરોનાકાળમાં જુદા જુદા દેશો વેક્સિન બનાવવાની હોડમાં છે ,આ પહેલા પણ બ્રિટનમાં એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડના સહયોગથી તૈયાર કરવામાં આવેલી વેક્સિનમાં પણ સાઈડ ઈફેક્ટ જોવા મળતા અમેરીકા અને બ્રિટન એ તેના ઘણા પરિક્ષણો અટકાવ્યા હતા.
જહોનસન અને જોહ્ન્સનને સોમવારે મોડી રાત્રે એક નિવેદન બહાર પાડતાં કહ્યું, “અમે અમારા તમામ COVID-19 વેક્સિનના ઉમેદવારોની ક્લિનિકલ ટ્રાયલ અસ્થાયી રૂપે અટકાવી દીધી છે.” આ પ્રતિબંધમાં ત્રીજા તબક્કાના પરિકક્ષણોનો પણ સમાવેશ થાય છે, આ અભ્યાસ દરમિયાન સહભાગીના અચાનક બિમાર પડવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જ્હોનસન એન્ડ જ્હોન,ન એ સામવારના રોજ જારી કરેલા એવ નિવેદનમાં જણાવ્યું હતું કે,અમે આમારી ગાઈડલાઈનને ફોલો કરી રહ્યા છીએ, વોલન્ટિયરના અચાનક બિમાર પડવાની સમિક્ષા અને મૂલ્યાંકન ડેટા સેફ્ટિ મોનિટરિંગ બોર્ડ દ્રારા કરવામાં આવી રહી છે,તે સાથે જ અમારી ઈન્ટરનલ ક્લિનિકલ ટ્રાયલ અને સેફ્ટિ ફિજિશિયન્શ પણ વેક્સિનની આડઅસરની તપાસમાં જાડાયેલા છે.
આ કંપની દ્રારા વિતેલા મહિનામાં કહેવામાં આવ્યું હતું કે,તેમની કોરોના વેક્સિનએ અસરકારક પરિણામો આપ્યો છે, આ સાથે જ પ્રારંભિક તબક્કે 60 હજાર લોકો પણ પરિક્ષણ પણ કર્યુ હતું કેમપીને વર્ષના અંત સુધીમાં વેક્સિન મળવાની આશા હતી ,જો કે હવે વેક્સિનના પરિક્ષણ હાલ રોક લગાવવામાં આવી ચૂકી છે
સાહીન-