દિલ્હીઃ ભારત સહિતના મોટાભાગના દેશોમાં કોરોના મહામારીને પગલે વર્ક ફ્રોમ કલ્ચર વિવિધ કંપનીઓએ અપનાવ્યું છે. હજુ પણ મોટી સંખ્યામાં લોકો વર્ફ ફ્રોમ હોમ કામ કરી રહ્યાં છે. જો કે, હવે તેની આડઅસર પણ સામે આવી રહી છે. વર્ફ ફ્રોમ હોમથી લોકો હવે મોબાઈલ મેનિયાના શિકાર બની રહ્યાં છે. ઘરમાં કામ કરતા લોકો સતત મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાથી હવે તેમને મોબાઈલ ફોનની આદત પડી ગઈ છે. આવા લોકો વારંવાર સોશિયલ મીડિયા અને ઈમેલ ચેક કરે છે.
મનોચિકિત્સકોના જણાવ્યા અનુસાર દર પાંચ દિવસે એક દર્દી આવી બીમારી સાથે આવે છે. જે કહે છે કે, જ્યારે તેમના હાથમાં મોબાઈલ ફોન તો તેઓ અસહજ અનુભવે છે. બેચેની થવાની સાથે હાથ ધ્રુજવા લાગે છે. જમતી વખતે પણ મોબાઈલ હાથમાં રાખવાની આદત પડી ગઈ છે.
મનોચિકિત્સકોના મતે વર્ક ફ્રોમ હોમના નિર્દેશો પર પ્રતિક્રિયાની તત્પરતાથી આ પરેશાની વધી રહી છે. આમા કોઈ સમય મર્યાદા નથી હોય તેના કારણે ઓફિસમાં થતા કાર્યોની અપેક્ષા મોબાઈલ પર થતા સંવાદોમાં વધી જાય છે.
આ લક્ષણોને ઓળખોઃ જ્યારે હાથમાં મોબાઈલ ના હોય તેમ છતા મોબાઈલ હોવાનો આભાસ થાય. કોઈના મોબાઈલ ફોનની રિંગ વાગે આપ ચોંકી ઉઠો, વ્હોટ્સએપ ગ્રુપ ખોલતા પહેલા હ્રદયના ધબકારા તેજ થઈ જાય. મોબાઈલ ના હોય ત્યારે હાથમાં ધ્રુજારી થાય અને મનમાં ડર ઉભો થાય તો મનોચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ.
બીજી લહેરમાં ઉભી થઈ આ સમસ્યાઃ તબીબોના મતે કોરોનાની પહેલી લહેર બાદ આવી સમસ્યા સામે આવી ન હતી. પરંતુ બીજી લહેરમાં આવી સમસ્યાઓ ઉભી થઈ છે. કોરોનાના પ્રતિબંધ હળવા થતાની સાથે જ આવા દર્દીઓ સતત આવી રહ્યાં છે. જેમાં સૌથી વધારે નોકરીયાત વર્ગ છે. જેઓ લેપટોપ અને સ્માર્ટ ફોનથી વર્ક ફ્રોમ હોમ કામ કરી રહ્યાં છે. કામના દબાણને કારણે મોબાઈલ મેનિયાની સમસ્યા ઉત્પન થઈ છે. જેનાથી બચવા માટે મોબાઈલ ફોનનો ઉપયોગ બને તેમ ઓછો કરવો જોઈએ. જમતી વખતે મોબાઈલને બને તો દૂર રાખવો જોઈએ.
તબીબોના મતે મોબાઈલ મેનિયાનું કારણ વર્ક ફ્રોમ હોમ છે. સ્ક્રીન ટાઈમનો સમય નિર્ધારિત હોવો જોઈએ. હવે લોકોને મોબાઈલ ફોનની આદત પડી છે. લોકો સોશિયલ મીડિયા ઉપર મેસેજની રાહ જોઈને લાંબો સમય સુધી મોબાઈલ હાથમાં રાખીને સ્કોલ કરતા હોય છે.