- શાકભાજીના ભાવમાં ઘટાડો
- ગૃહિણીઓએ રાહતના શ્વાસ લીઘા
- આ વર્ષે કોરોનાના કારણે શાકભાજી સસ્તુ થવામાં વિલંબ થયો
દિલ્હીઃ-ઘણા સમયથી દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી હતી, જેને લઈને શાકભાજીના ભાવો સાતમા આસમાને પહોંચ્યા હતા, અનેક લોકોની આવકમાં ફેરફાર થતા લોકોને ઘર ચલાવવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે હવે શાકભાજીના ભાવમાં સતત ઘટચાડાને લઈને ગૃહિણીઓ રાજીરેડ થી છે, આ સાથે લોકોને જ ઘરના ખર્ચામાં થોડી રાહત થઈ છે.
આમ તો શિયાળો આવતાની સાથે જ શાકભાજીના તમામ ભાવો ખુબ નીચા જતા રહે છે, પરંતુ આ વર્ષે ભાવ દરવર્ષની સરખામણીમાં નીતા નહોતા આવ્યા કારણ કે કોરોનાની અસર જોવા મળી રહી હતી,પરંતુ છેલ્લા થોડા દિવસોથી નવી મુંબઈની શાકમાર્કેટમાં શાકભાજીનું પ્રમાણ વધ્યું છે જેને લઈને શાકભાજીના ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો ફેરફાર જોવા મળ્યો છે.
આ સાથે જ જો ગુજરાતની વાત કરીએ તો હવે અહી પણ શાકભાજીના ભાવ ઉતર્યા છે, જ્યારે ટામેટા 80 રપિયે કિલો મળતા હતા તેના બદલે હવે ટામેટાનો ભાવ ઘટીને 30 રુપિયે કુલો થયો છે, આ સાથે જ રિંગણ, બટાકા અને રગીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ પણ ધટ્યા છે, ડૂંગળુ માપ્કેટમાં 30 રુપિયે કિલો મળી રહી છે, તો બીજી તરફ બટાકા નવા આવતા તેના ભાવ પણ ઘટ્યા છએ, જ્યા જુના બટાકા 50 થી 6ના કુલો વેચાઈ રહ્યા હતા જેને બદલે હવે બટાકા પણ 30 થી 35 સુધી પહોચ્યા છે.
આ સાથે જ જો હોલસેલ માર્કેટના શાકભાજીના ભાવની વાત કરીએ તો વટાણા ૧૬ રૂપિયા કિલો, ટમેટાં ૧૦ રૂપિયા, ચોળી અને ફણસી ૨૦ રૂપિયા, ભીંડા ૩૦ રૂપિયા, ફ્લાવર8 રૂપિયા, કોબી 4 રૂપિયા, રીંગણાં ૨૦ રૂપિયા, ગુવાર ૩૫ રૂપિયા, પાપડી ૨૪ રૂપિયા, કાકડી છ રૂપિયા, કારેલાં ૨૮ રૂપિયા અને બીટ આઠ રૂપિયા કિલો ચાલી રહ્યા છે.
આ તો રહ્યા હોલસેલના ભાવ પરંતુ જો હોલસેલના ભાવ ઘટે એટલે સ્વભાવિક છે કે, નાના નાના માર્કેટમાં પણ શાકભાજીના ભાવ ઓછા થાય છે, આમ કતો શિયાળો એટલે શાકભાજી ખાવાની સિઝન હોય છે ત્યારે હવે દર વર્ષની જેમ આ શિયાળામાં થોડા મોડા પણ ભાવ તો ઊતર્યા જ છે.હવે ગૃહિણીઓ રાજીરેડ થઈ છે.
સાહિન-