Site icon Revoi.in

કોરોનાના કેસોમાં રાહત બાદ નોંધપાત્ર વધારો- છેલ્લા 24 કલાકમાં 35 હજારથી વધુ કેસ નોંધાયા

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસોમાં રાહતના સમાચાર આવી રહ્યા હતા, જો કે હવે કોરોનાના કેસમાં સામાન્ય વધારો થયેલો જોવા મળ્યો છે,કોરોનાના કેસોના રોજિંદા આંકડાઓ જોઈએ તો  મોટી રાહત જોવા મળે છે પરંતુ સમયાંતરે આ સંખ્યા વધવાને કારણે ભય પેદા થઈ રહ્યો છે.આ સાથે જ આવનારા તહેવારોમાં જો વધુ લોકો એકત્ર થાય અને ભીડ કરે તો કોરોનાના કેસોમાં ઉછાળો આવે તો નવાીની વાત નહી હોય ,કારણ કે શુક્રવારે નોંધાયેલા કેસો બાદ આજના આંકડાઓ વધેલા જોવા મળે છે.

જો વાત કરીએ છેલ્લા 24 કલાકની તો આ સમય દરમિયાન દેશભરમાં 35 હજાર 662 કોરોના કેસ નોંધાયા છે. આ આંકડો  વિતેલા દિવસને શુક્રવાર કરતા વધુ જોવા મળે છે. જો કે તેના સામે સાજા થનારાની સંખ્યા પણ વધી છે, સમાન સમયગાળામાં 33 હજાર 798 લોકો સંપૂર્ણપણે સ્વસ્થ પણ થયા છે. અત્યારે દેશમાં કોરોનાના 3 લાખ 40 હજાર 639 એક્ટિવ કેસો પણ નોંધાયા છે.

આ વધેલા આંકડાઓની સ્થિતિઓમાં કેરળનો પણ મોટો ફાળો છે જ્યાં કોરોનાના કેસોના દૈનિક આંકડો 23 હજારથી ઉપર રહે છે. કોરોનાના મહત્તમ નવા કેસ દક્ષિણના રાજ્યોમાંથી આવી રહ્યા છે. તે જ સમયે, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી 1 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.જો કે એક સારી બાબત કહી શકાય તે તમામ રાજ્યમાં રિકવરી રેટમાં વધારો થવાને કારણે સક્રિય કેસોમાં ઘટાડો થયો છે. દેશમાં કોરોનાનો રિકવરી રેસ 97.65 ટકા છે. તે જ સમયે, કુલ કેસોમાંથી 1.02 ટકા સક્રિય કેસો જોવા મળે છે.

કોરોનાનું સૌથી વધુ જોખમ જ્યાં જોવા મળે છે તેવા રાજ્ય કેરળમાં ગુરુવારના રોજ 23 હજાર 260 કેસો નોંધાયા હતા તેની સામે 131 લોકોના મોત પણ થયા હતા,આ સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને 44 લાખ 69 હજાર 488 થઈ ચૂકી છે,આ સાથે જ મરનારાઓનો આંકડો 23 હજાર 296 પર પહોંચી ચૂક્યો છે.દેશમાં નોંધાઈ રહેલા કેસોમાંથી સૌથી વધુ કેસો કેરળમાંથી મળી આવે છે.