- સ્માર્ટફોનની ઇન્ડસ્ટ્રીઝમાં ફરીથી તેજીના સંકેત
- 5જી સ્માર્ટફોનની માંગને પગલે પણ શિપમેન્ટમાં તેજી આવી છે
- ગ્લોબલ સ્માર્ટફોન માર્કેટ 2020 થી 2025 વચ્ચે 3.6 ટકાની કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ સુધી પહોંચી જશે
દિલ્હીઃ કોરોના કાળને કારણે સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીઝને ફટકો પડ્યો હતો, જો કે હવે તેમાં ફરીથી તેજીના સંકેતો મળી રહ્યા છે. ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશનના રિપોર્ટ અનુસાર, 2021માં સ્માર્ટફોન શિપમેન્ટમાં 5.5 ટકાનો ગ્રોથ થવાનું અનુમાન છે. ત્યારે, વર્ષના પહેલા ક્વાર્ટરમાં સ્માર્ટફોનના શિપમેન્ટમાં 13.9 ટકાની વૃદ્વિ જોવા મળશે.
IDCએ રિપોર્ટમાં એમ કહ્યું છે કે, 5જી સ્માર્ટફોનની માંગને પગલે પણ શિપમેન્ટમાં તેજી આવી છે. વર્ષ 2021માં શિપમેન્ટ થનાર કુલ સ્માર્ટફોનમાં 5જીનો હિસ્સો 40 ટકા હોઇ શકે છે. એપલની આઇફોન 12 સીરિઝને 5જી કનેક્ટિવિટીની પગલે ગ્રોથ મળ્યો છે. IDCના પૂર્વાનુમાન આંકડાથી જાણવા મળે છે કે, ગ્લોબલ સ્માર્ટફોન માર્કેટ 2020 થી 2025 વચ્ચે 3.6 ટકાની કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ સુધી પહોંચી જશે. 5જીની મજબૂત માંગને પગલે ગ્લોબલ સ્માર્ટફોન શિપમેન્ટ વર્ષના પહેલા ક્વાર્ટરમાં 13.9 ટકા સુધી વધવાની અપેક્ષા છે.
સપ્લાય ચેન, ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEM) અને અન્ય ચેનલોએ ભાવિ લોકડાઉનને ધ્યાનમાં રાખીને તેની સ્થિતિ મજબૂત કરી છે. 2020માં ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા શિપમેન્ટનો હિસ્સો વધીને 30% થયો છે. આ પહેલા 2019માં તેનો શેર 22% હતો. આ વર્ષે ચીનમાંથી સ્માર્ટફોન શિપમેન્ટમાં 6% અને અમેરિકાથી 3.5% વૃદ્ધિ થવાનો અંદાજ છે. 5જી સ્માર્ટફોન બંને બજારોમાં વિકસિત થઈ રહ્યા છે. તે જ રીતે, આઇફોન 12 સીરિઝની સફળતાને કારણે આ વર્ષે સ્માર્ટફોન શિપમેન્ટમાં વધારો થવાની અપેક્ષા છે.
IDCએ અહેવાલ આપ્યો છે કે વર્ષ 2021માં 5જી સ્માર્ટફોન શિપમેન્ટનું ગ્લોબલ વોલ્યુમ 40 ટકા કરતા વધી શકે છે. તે જ રીતે, વર્ષ 2025 સુધીમાં તે વધીને 69 ટકા થવાનો પણ એક અંદાજ છે. આ ઉપરાંત, એન્ડ્રોઇડ સ્પેસમાં સ્પર્ધાને લીધે વર્ષ 2025ના અંત સુધીમાં 5જી સ્માર્ટફોન માટે સરેરા વેચાણ કિંમત 404 ડોલર સુધી થવાનો પણ અંદાજ છે.