Site icon Revoi.in

ભારત-અમેરિકાની વિચારસરણી સમાન -જો બાઇડેનના વિજ્ઞાન સલાહકાર ડૉ. આરતી પ્રભાકર

Social Share

દિલ્હી: ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક અને જો બાઈડનની ટીમમાં સલાહકાર તરીકે કામ કરનાર ડૉ. આરતી પ્રભાકરે જણાવ્યું કે અમેરિકા અને ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ AI પર સાથે મળીને કામ કરવું જોઈએ, કારણ કે બંને દેશોની વિચારસરણી આ બાબતે એક સમાન છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, અમે અમારા કામ દ્વારા કંપનીઓને જવાબદાર બનાવી રહ્યા છીએ. અમે કાયદા હેઠળ લેવામાં આવનાર એક્ઝિક્યુટિવ પગલાંઓ પર કામ કરી રહ્યા છીએ. રાષ્ટ્રપતિ બાઇડેનનું ધ્યાન AI ટેક્નોલોજીને વધારવા પર છે. આ સાથે આના કારણે થયેલા નુકસાનને પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે.

શુક્રવારે, રાષ્ટ્રપતિ બાઇડેને Google, Microsoft, Amazon, Meta અને અન્ય AI કંપનીઓ સાથે AI ના ભવિષ્ય વિશે ચર્ચા કરી. આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે કંપનીઓ જવાબદારીઓ લઈ રહી છે. આ IT દિગ્ગજો કાળજી લઈ રહ્યા છે કે AI નો દુરુપયોગ ન થાય. તેનો ઉપયોગ સામાન્ય લોકોના ભલા માટે થવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે જૂન 2023માં યુએસ પ્રવાસ પર વોશિંગ્ટન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ સંસદમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર બોલતા કહ્યું હતું કે AIનો અર્થ અમેરિકા અને ભારત છે. એટલે કે ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતાને આગળ વધારવાની અમારી પ્રતિબદ્ધતા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, AI- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં ઘણી પ્રગતિ થઈ છે. ઉપરાંત, અન્ય એઆઈ- યુએસ અને ભારતમાં વધુ નોંધપાત્ર વિકાસ થયો છે.