પાકિસ્તાનમાં એક સાથે પેટ્રોલના ભાવમાં 30 રૂપિયાનો વધારો, ભાવ 179ને પાર,જાણો ડીઝલના ભાવ
- પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં 30 રૂપિયાનો વધારો
- પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 179.86 રૂપિયા પ્રતિ લીટર
- જાણો ડીઝલના ભાવ
દિલ્હી:આર્થિક સંકટથી પરેશાન પાકિસ્તાન સરકારે ગુરુવારે તમામ પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતમાં 30 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાની જાહેરાત કરી હતી.
પાકિસ્તાનના નાણા મંત્રી મિફતાહ ઈસ્માઈલે અહી એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે,આ નિર્ણય ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) પ્રોગ્રામના પુનરુત્થાનને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે.
સરકારના આ નિર્ણય બાદ હવે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 179.86 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 174.15 રૂપિયા પ્રતિ લીટર, કેરોસીન 155.56 રૂપિયા પ્રતિ લીટર અને લાઇટ ડીઝલ 148.31 રૂપિયા પ્રતિ લીટર થશે.વધેલી કિંમતો આજે મધરાતથી લાગુ થશે.
નાણામંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન સરકાર પાસે કિંમતો વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.તેમણે કહ્યું કે નવી કિંમતો છતાં સરકારને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 56 નું નુકસાન થઈ રહ્યું છે.