Site icon Revoi.in

કોરોના સંકટમાં ભારતની પડખે સિંગાપોર – ઓક્સિજનના બે વિમાન ભારત આવવા માટે રવાના

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશ કોરોના સામે ગંજી લડાઈ લડી રહ્યો છે,વધતા કોરોનાના કેસોને લઈને અનેક આરોગ્ય લક્ષી વસ્તુઓની અછત સર્જાઈ રહી છે, જેમાં ખાસ કરીને છેલ્લા ઘણા દિવસોથી ઓક્સિજન અને રિમડેસિવિરની અછતથી વિશ્વના ઘણા દેશો ભારતની મદદ માટે આગળ આવી રહ્યા છે.

કોરોના સંકટમાં ભારતની પડખે ઊભા રહેનાર દેશોની યાદીમાં સાઉદી એરેબિયા,કેનેડા બાદ  હવે સિંગાપોરનું નામ પણ શામેલ થયું છે. ઉલ્લેખનીય છે કે, આજરોજ કેનેડાની સરકારે ભારતને દસ કરોડ ડોલરની મદદ કરવાની જાહેરાત કરી છે. ત્યારે હવે સિંગાપોર ભારતને ઓક્સિજન પુરુ પાડવામાં મદદે આવ્યું છે.

અહીં સિંગાપોર સરકારે બુધવારના રોજ ઓક્સિજન સિલિન્ડરથી ભરેલા બે વિમાન ભારત માટે રવાના કર્યા છે. આ વાતની જાણકારી સિંગાપોરના વિદેશ મંત્રાલય તરફથી જદારી કરવામાં આવી છે, સિંગાપોરના વિદેશ મંત્રી મલિકી ઉસ્માને સિંગાપોર એરફોર્સના બે સી -130 વિમાનને  ભારત રવાના કર્યા છે.

આ બંને વિમાનમાં 256 ઓક્સિજન સિલિન્ડર ભરેલા છે, જે ભારતની સહાય માટે મોકલવામાં આવી રહ્યા છે. મલિકીએ આ મામલે કહ્યું કે ભારત અને સિંગાપોર વચ્ચે ગાઢ સંબંધ સ્થાપેલા છે. તેમણે મહામારી દરમિયાન સિંગાપોરને મદદ કરવા અને જરૂરી ઉપકરણો પૂરા પાડવા બદલ ભારતનો આભાર માન્યો છે.બીજી તરફ મળતી માહિતી પ્રમાણે એક સત્તાવાર નિવેદન મુજબ, ભારતીય વાયુસેનાએ પણ સી -17  વિમાનને ત્રણ ઓક્સિજન કન્ટેનર લાવવા સિંગાપોર માટે રવાના કર્યા છે.

સાહિન-