સિંગિંગ રિયાલીટી શો ઈન્ડિયન આઈડોલની સ્પર્ધક પ્રિયા સનમુખ સોશિયલ મીડિયા પર થઈ રહી છે ટ્રોલ, જાણો તેનું કારણ
- ઈન્ડિયાન આઈડોલમાંથી સન્મુખ સુપ્રિયાને હટાવવાની માંગ
- ચુરા લિયા હે ..સોંગથી વિવાદ છેડાયો
મુંબઈઃ- ટિવી રિયાલિટી શો માં ઘણી વખત અનેક બાબતોને લઈને વિવાદ સર્જાતો રહેતો હોય છે, ત્યારે હાલમાં ખૂબજ ફેમસ સોની ટીવી પર પ્રસારિત થતો સિંગિગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડોલ 12 વિવાદમાં સપડાયો છે, કેટલીક માર સ્પર્ધકોએ ગાયેલા સોંગ પસંદ ન આવતા તેમને શોમાંથી હટાવવાની પણ માંગ કરવામાં આવે છે, ઈન્ડિયલ આઈડોલમાં હાલ એવુંજ કંઈક બન્યું છે.
તાજેતરમાં ઈન્ડિયલ આઈડોલની પ્રતિસ્પર્ધન સુપ્રિયા શનમુખ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે, કેટલાક લોકોએ તેને આ શોમાંથી કાઢી કાઢવાની સલાહો પણ આપી છે,તેના વિરુદ્ધ હાલ સોશિયલ મીડિયા પર અનેક્ ટ્વિટિસ અને કોમેન્ટસ કરવામાં આવી રહી છે.
સનમુખ પ્રિયા ખૂબ સારી ગાયક છે અને લોકોને તેનો અવાજ ખૂબ પસંદ પડે છે. એક એપિસોડમાં, સનમુખ પ્રિયાએ ‘ચૂરા લિયા હૈ તુમને જો દિલ કો’ સોંગ ગાયું હતું. આ સોંગ ગાયક આશા ભોંસલેએ ગાયું હતું. જ્યારે સનમુખ પ્રિયાએ આ ગીત ગાયું ત્યારે લોકોને તેના ગીતની સ્ટાઇલ પસંદ નહોતી આવી. આથી રોષે ભરાયેલા લોકોએ તેના સોશિયલ મીડિયા પર ટ્રાલ કરવાનું શરુ કર્યું છે.
સનમુખ પ્રિયાએ આ ગીત પોતાની શૈલીમાં ગાયું હતું, જે લોકોને બિલકુલ પસંદ ન હતું આવ્યું. યૂઝર્સએ લખ્યુ છે કે, કેટલાક ગીતો ઓરીજનલ જ સસારા લાગે છે, શોના સ્પર્ધકો તેમને શા માટે બગાડે છે. આ મામલો એટલો વધી ગયો કે શનમુખ પ્રિયાને શોમાંથી હાંકી કાઢવાની માંગ વધવા માંડી છે.
આ મામલે એક યુઝરે લખ્યું કે, સનમુખ પ્રિયાને શોમાંથી કાઢી નાખો. તેણે એક સારું ગીત બગાડ્યું. માત્ર સનમુખ પ્રિયા જ નહીં, લોકોએ હરીફ ડેનિશને પણ ટ્રોલ કરી હતી. યુઝર્સે કહ્યું કે ડેનિશ અને સનમુખ પ્રિયા હંમેશાં સારા ગીતો બગાડવામાં માહીર છે.હાલ સનમુખ પ્રિયા ટ્રોલ થતા થતા પરેશાન થઈ ચૂકી છે, તે યૂઝર્સના ગુસ્સાનો શિકાર બની રહી છે.તેના સપોર્ટમાં ઝિનત અમાન આવી છે,તેણે પ્રિયાને હિમ્મત આપી હતી,