Site icon Revoi.in

સિંગતેલ અને કપાસિયાના તેલના ભાવમાં ફરીવાર વધારો કરાયો

Social Share

રાજકોટઃ મોંધવારી રોજબરોજ વધતી જાય છે. ત્યારે સિંગતેલ અને કપાસિયા તેલમાં ફરી ભાવ વધારો થયો છે. તહેવારો નજીક આવતા જ તેલના ભાવમાં વેપારીઓએ વધારો ઝીંકી દીધો છે. તેલના ભાવ લોકોના ઘરના બજેટ બગાડી રહ્યાં છે. દિવાળી સુધી તેલના ભાવ આકાશે આંબી જશે તેવું લાગી રહ્યું છે.  ત્રણ દિવસ પહેલા 12 સપ્ટેમ્બરના રોજ તેલના ભાવમાં વધારો ઝીંકાયો હતો. ત્યારે આજે ફરીથી રાજકોટમાં ખૂલતા બજારે તેલના ભાવમાં વધારો થયો છે. એક અઠવાડિયામાં ત્રીજીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે..

ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. જેમાં પામતેલના ભાવમાં 240 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 110 રૂપિયાનો વધારો થયો છે. તો સીંગતેલના ભાવમાં રૂપિયા 40નો વધારો કરાયો છે. 40 રૂપિયાનો વધારો થતા સિંગતેલનો ડબ્બાનો ભાવ 2645 રૂપિયાએ પહોંચ્યો છે. આયાતી તેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાની વિચારણાને લીધે થયો ધરખમ ભાવ વધારો થયો હોવાનું વેપારીઓનું કહેવું છે.  અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામા આવ્યો છે. એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ, તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. બે મહિનાથી સતત સિંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. મે મહિનાથી ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ગ્રાફ નીચે આવી નથી રહ્યો. તો બીજી તરફ, તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહિ મળવાને કારણે પિલાણ ઘટ્યું છે. પિલાણ ઓછું થતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે એવું સૂત્રો કહી રહ્યા છે.