- સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર હિમાચલમાં પ્રતિબંધ
- 1લી જૂલાઈથી લાગૂ કરાશએ પ્રતિબંઘ
શિમલાઃ – દેશભરમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકને લઈને ઘણી વખત વિરોધ થયો છે અને સરકારે આ મામલે કડક પગલા પણ લીધા છે ,કેટલીક જગ્યાઓ પર હાલ પણ સિંગલ યૂઝ પ્લાસ્ટિક મામલે વિરોધ નોંધાઈ રહ્યો છે ખાસ કરીને એવા રાજ્યો કે જ્યાં પ્રવાસીઓનો ઘસારો થતો હોય છે જેને લઈને કચરાનું પ્રમાણ વધે છે અને પરિણામે વાતાવરણ પર માઠઈ અસર પડે છે ત્યારે હવે જાણીતા પ્રવાસન સ્થળ હિમાચલ પ્રદેશે પણ સિંગલ યૂઝ પ્લાસ્ટિકને લઈને પ્રતિબંધ જાહેર કર્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા એક વર્ષ પહેલા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ હિમાચલમાં 120 માઇક્રોનની જાડાઈવાળી પ્લાસ્ટિક વસ્તુઓના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. કોઈ પણ વ્યક્તિ પ્લાસ્ટિકથી બનેલી કેરી બેગ, પ્લેટ, કપ, બલૂન સ્ટિક, ચમચી, કાંટો, કેન્ડી સ્ટિક વગેરેનો ઉપયોગ કરી શકશે નહીં.
આ સિવાય કોઈ પણ વ્યક્તિ આ પ્લાસ્ટિક વસ્તુઓનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ઉપયોગ કરી શકશે નહીં. રાજ્યમાં અત્યાર સુધીમાં 75 માઇક્રોન સુધીની પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ છે.આ પ્રતિબંધ 1લી જૂલાઈથી લાગૂ કરવામાં આવ્યો છે જેનું દરેકે પાલન કરવાનું રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન બાદ આવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા ઉત્પાદકો અને દુકાનદારોને સામાન બનાવવા માટે એક વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. જે દરમિયાન તેઓ પાસે પેલી આ વસ્તુઓનો નિકાલ કરવાનો હતો. આ સમયગાળો 1 જુલાઈના રોજ સમાપ્ત થશે.
રાજ્યમાં પ્લાસ્ટીકનું પ્રદુષણ ન ફેલાય તે ધ્યાનમાં રાખીને તેને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવશે. બિન-વણાયેલા પ્લાસ્ટિકની કેરી બેગ 60 ગ્રામ પ્રતિ ચોરસ મીટર કરતાં ઓછી હોવી જોઈએ નહીં.1લી જૂલાઈ થી આ પ્રતિબંધ લાગૂ થશે