Site icon Revoi.in

શિયાળા માં આવતા સીતાફળ આરોગ્ય માટે કરે છે આટલા ફાયદા

Social Share

દરેક ફળોની તાસીર જૂદી જૂદી હોય છે ,આ સાથએ જ દરેક ફળોના ગુણો પણ અલગ હોય છે ખઆસ કરીને આજે વાત કરીશું સીતાફળની જે શિયાળામાં આવતું અને દરેકને ભઆવતું ફળ છે જેને ખાવાથઈ અનેક ફઆયદાો થાય છે.ડાયાબિટિઝના દર્દીઓ માટે આ ફળના ઝાડના પાંદડા ખૂબ ગુણકારી ગણાય છે તો સાથે ફળ ખાવાથી પણ અનેક લાભ થાય છે.

કારણ કે સીતાફળમાં વિટામીન ઈ ભરપૂર માત્રામાં સમાયેલું હો છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદગાર નીવડે છે, સીતાફળ તમારી ત્વચા ઉપર એજિંગની અસર જલદીથી નથી થવા દેતું, આ સિવાય સીતાફળ વાળ માટે પણ ફાયદાકારક છે

આ સાથે જ બીજી બીમારીની જો વાત કરીએ તો  સીતાફળનું સેવન તમને અસ્થમાથી બચાવી રાખે છે. સીતાફળમાં વિટામીન B ભરપૂર હોય છે જે તમને અસ્થમાના એટેકથી બચાવી રાખે છે, આમાં બ્રોન્કાઈલ ઇન્ફ્લેમેશનથી બચાવવાના પણ ગુણો હોય છે

આ સાથે જ સીતાફળમાં રહેલા મેગ્નેશિયમ તમારા હાર્ટને કાર્ડિયાક એટેકથી પણ બચાવી રાખ છે.એથી વિશેષ કે જે લોકોનું વજન ઓછું હોય અને તેઓ વજન વધારવા આફળ ખાય શકે છે. સીતાફળ અને તેની અંદર એક ચમચી મધ નાખીને ખાવાથી વજન વધારવામાં મદદરૂપ થાય છે.