ભારતનો મોટો નિર્ણય, 5 વર્ષ પછી ચીની નાગરિકોને વિઝા આપવા જઈ રહી છે સરકાર
ભારત સરકારે પાંચ વર્ષના લાંબા ગાળા પછી ચીની નાગરિકોને પ્રવાસી વિઝા આપવાની જાહેરાત કરી છે. આ પ્રક્રિયા 24 જુલાઈ, 2025 થી ફરી શરૂ કરવામાં આવશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે બુધવારે આ નિર્ણયની માહિતી આપી. નોંધનીય છે કે માર્ચ 2020 માં, ભારતે કોવિડ-19 રોગચાળા દરમિયાન ચેપ અટકાવવા માટે તમામ પ્રવાસી વિઝાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધા હતા. […]