કલાકો સુધી બેસીને કામ કરવાથી કમરમાં દુખાવો થાય છે અને જકડાઈ જાય છે, આ કસરત કરો રાહત મળશે
કમરનો દુખાવો આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે, પણ જો તેની સમયસર સારવાર ના કરવામાં આવે તો તે ક્યારે ગંભીર થઈ જશે તે કોઈ કહી શકતું નથી.
ઓફિસમાં કલાકો સુધી કામ કરવાથી કમરમાં દુખાવો અને જકડાઈ જાય છે. આ દુખાવો એટલો ગંભીર છે કે તે તમારા ડેલી રૂટિનને ઘણી અસર કરે છે.
કમરના દુખાવામાં રાહત મેળવવા માટે દવાઓ લઈ શકો છો, પણ તમારી પાસે કેટલીક કુદરતી પદ્ધતિઓ છે જેના દ્વારા તમે સરળતાથી રાહત મેળવી શકો છો. લાઈફસ્ટાઈલ સુધારવાની સાથે તમે કસરત દ્વારા પણ દર્દથી રાહત મેળવી શકો છો.
કસરતો તમારા કમરના સ્નાયુઓને મજબૂત બનાવે છે. સાથે જ તે તમારા કમરના દુખાવા અને જકડાઈને પણ મટાડે છે.
કરોડરજ્જુને લચકદાર બનાવવા માટે, તે મહત્વપૂર્ણ છે કે તમે તમારી કમરને લગતી કસરત કરો. આ તમારા દુખાવાને ચોક્કસ ઘટાડે છે.
જો કોઈ વ્યક્તિને કમરમાં દુખાવો હોય કે જકડાઈ જતી હોય તો તેણે તેની ઊંઘની પેટર્ન સુધારવી જોઈએ. એ પણ તપાસો કે બેડ સારી સ્થિતિમાં છે.