- કલાકો સુધી બેસીને કામ કરો છો
- આ બીમારીઓનો વધી જાય છે ખતરો
- તેના વિશે જાણો અહીં
કોરોના પછી તમામ કંપનીઓએ ઘરેથી કામ કરવાનું કલ્ચર શરૂ કર્યું છે. ઘણી જગ્યાએ તે કાયમી બની ગયું છે. લોકોને ઘરેથી કામ કરવાથી ઘણી સગવડ મળે છે, કારણ કે આનાથી તેઓ ઘર અને ઓફિસ બંનેનું સંચાલન કરે છે.ઓફિસનું કામ ઘરે બેસીને કરવા માટે લોકો કલાકો સુધી એક જ જગ્યાએ લેપટોપ પર વ્યસ્ત રહે છે.એક જ જગ્યાએ અને એક જ સ્થિતિમાં બેસવાને કારણે શરીરને ઘણું સહન કરવું પડે છે.જો તમે પણ આમ કરો છો તો આ આદતને સુધારી લો કારણ કે,તેનાથી ઘણી બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.તેના વિશે અહીં જાણો.
હૃદય સમસ્યાઓ
એક જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવાથી શારીરિક પ્રવૃત્તિઓ શક્ય નથી. આ કારણે શરીર પર મેદસ્વિતા વધે છે અને મોટાપા કોલેસ્ટ્રોલ, હાઈ બીપી વગેરેનું કારણ બને છે. એવામાં હૃદય સંબંધિત અન્ય સમસ્યાઓનું જોખમ પણ વધી જાય છે.
ડાયાબિટીસ
સતત બેસી રહેવાથી મોટાપા વધે છે એટલું જ નહીં,સાથે જ લોહીમાંથી ખૂબ જ ઓછું ગ્લુકોઝ મળતું હોય છે, જેના કારણે ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો વધી જાય છે.ડાયાબિટીસ એક લાઇલાઝ સમસ્યા છે,જેને માત્ર નિયંત્રિત કરી શકાય છે,તેનો ઈલાજ થઈ શકતો નથી.
સ્નાયુઓની જડતા
એક જગ્યાએ બેસીને કામ કરવાથી સ્નાયુઓની લચીલાપણું ધીમે ધીમે ખતમ થાય છે અને જકડ આવવા લાગે છે. આ સિવાય ખોટી મુદ્રાને કારણે સર્વાઇકલ, કમરનો દુખાવો, ફ્રોઝન શોલ્ડર વગેરે જેવી સમસ્યાઓ થવાનું જોખમ પણ વધી જાય છે.
હાડકાં થઇ જાય છે કમજોર
આખો દિવસ બેસી રહેવાથી તમારા હાડકાં અને સાંધાઓ પર ખરાબ અસર પડે છે. એવામાં હાડકાની ઘનતા ઘટી જાય છે અને ફ્રેક્ચરનું જોખમ વધી જાય છે.આ સિવાય આર્થરાઈટિસ, ઓસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર સમસ્યાઓ થવાનું જોખમ પણ વધી જાય છે.
હોર્મોનલ સમસ્યાઓ
આજકાલ હોર્મોનલ સમસ્યાઓ સામાન્ય બની રહી છે. જો તમે આવી કોઈ સમસ્યાથી પરેશાન છો અને બેસીને સતત કામ કરો છો, તો આ તમારી સમસ્યાને વધુ વધારી શકે છે.ઓછી શારીરિક હિલચાલને કારણે, શરીર કેલરી બર્ન કરી શકતું નથી, એવામાં મોટાપા વધે છે અને મોટાપાને કારણે આ સમસ્યાઓ વધે છે.