એક જ પોઝિશનમાં બેસી રહેવાથી આ ભયંકર સમસ્યા તમને થઈ શકે છે, વાચોં શું થાય છે?
- એક જ પોઝિશનમાં ન બેસી રહો
- આ ભયંકર સમસ્યા થઈ શકે છે
- મેટાબોલિઝમને થાય છે અસર
કેટલાક લોકોની એવી નોકરી હોય છે કે જેમાં લોકોને દોડાદોડ કરવાની હોય છે એટલે કે એવી નોકરી કે જેમાં બેસીને કામ કરવા મળતું હોય નહી, અને કેટલાક લોકોની એવી નોકરી હોય છે કે જેમાં તેમને બેસી જ રહેવાનું હોય છે અને તમામ કામ બેઠા બેઠા જ કરવાના હોય છે. આવામાં જે લોકોની નોકરી બેસીને કરવાની છે તે લોકોએ સતર્ક થવું જોઈએ કે તેમની એક જ પોઝિશનમાં બેસી રહેવાની આદત ન હોવી જોઈએ.
જાણકારી અનુસાર જે લોકો એક જ પોઝિશનમાં બેસી રહે છે તેમનું મેટાબોલિઝમ વધારે કમજોર પડી જાય છે. થોડાક વર્ષ પહેલા અમેરિકાની જર્નલ સરકયુકેશનમાં એક સ્ટડી પ્રકાશિત થયો હતો.ડિજિટલ ટેકનોલોજીના સમયમાં નવી પેઢીને બેસી રહેવાની વધુને વધુ આ આદત પડી હોવા બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું. વધુ સમય બેસી રહેવાથી બોડીમાં શીથિલતા આવી જાય છે. લોકો કલાકો સુધી ટીવી જોવાની પણ ટેવ ધરાવે છે.
આગળ તે પણ જણાવવામાં આવ્યું કે આ રીતે સતત બેસી રહેવાથી શરીરનું મેટાબોલિઝમ ખોરવાય છે. પાચનની પ્રકિયા ધીમી થઇ જાય છે. જેનાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધે છે. ઓફિસોમાં કામ કરતા લોકો ભલે કલાકો સુધી બેસી રહેતા હોય પરંતુ માણસનું શરીર બેસી રહેવા માટે બન્યું નથી. ખાસ કરીને કમ્પ્યુટર પર કામ કરતા લોકોની સ્થિતિ અત્યંત નાજૂક હોય છે. પરીશ્રમ અને અનિયમિતતાના અભાવે હ્વદયરોગનું જોખમ ૮ ટકા અને ડાયાબિટીસની શકયતા ૭ ટકા જેટલી વધે છે. આ પ્રકારની જીવનશૈલી વ્યસન ના હોયતો પણ જોખમી છે.
દરરોજ એક જ પોઝિશનમાં બેસી રહેવું સ્વાસ્થ્ય માટે ખતરનાક છે.ઓફિસોનાં કામ કરતા કર્મચારીઓએ ૮ થી ૯ કલાક એક જ સ્થળે સતત બેસી રહેવું પડે છે. ત્યાર બાદ રાત્રે ૭ થી ૮ કલાકની ઉંઘ લે છે. આ પ્રકારની રોજની સ્થિતિ સિગારેટના વ્યસન કરતા પણ વધુ નુકસાન કરે છે.