શિયાળાની સવારે કુમળા તડકામાં બેસલવુ સ્વાસ્થ્ય માટે ફાયદા કારક ,જાણો આટલા થશે ફાયદા
હવે શિયાળામાં દરરોજ સવારે જાગવાનો સૌ કોઈને કંટાળો આવે છે એવું મન થાય છે કે બસ ગોદડું ઓઢીને બેડમાંથી ઊભા જ ન થઈએ પણ જવાબદારી સૌ કોઈને જગાડી દે છે,પણ જો જાગ્યા બાદ પણ તમને સુસ્તી આવતી હોય તો તમારે સવારે જાગીને તડકો નીકળે એટલે ઓછામાં ઓછી 30 મિનિટ તડકો ખાવો જોઈએ.
શિયાળામાં તડકામાં બેસવાથી તમારી આળખ ખંખેરાઈ જશે, કામ કરવામાં તમારુ ધ્યાન પુરવાશે અને ઢંડી ઇડી જશે અડધી સમસ્યા ઢંડી ઉડી જવાથી જ મટી જશે
આ સાથે જ શિયાળામાં ખાસ શરીર પર્યાપ્ત રીતે હાઇડ્રેટેડ હોય છે,શિયાળામાં આપણને બહુ તરસ નથી લાગતી. પરંતુ આપણે દિવસમાં કેટલી વાર પાણી પીએ છીએ તેના પર નજર રાખવાની જવાબદારી આપણી છે.જેથી તડકામાં બેસવાથી પાણીની તરસ પણ લાગે છે પરિણામે શરીર ડિહાઈડ્રેડ થતું નથી.
આ સાથે જ ઠંડીના કારણે હાથ પગના સાંધા દુખતા હોય છે તો તડકામાં બેસવાથી દુખાવો દૂર થાય છે શરીર મજબૂત બને છે,સૂર્યસ્નાન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. આ રીતે શરદી-ખાંસી, શરદી અને મોસમી રોગોથી રક્ષણ મળે છે.આ સાથે જ સવારનો કુિમળો તડકો શરીરને 90 ટકા જેટલું વિટામિન-ડી અપાવે છે.