- અફ્ઘાનિસ્તાનની હાલત ખરાબ
- તાલિબાનથી લોકો પરેશાન
- લોકોને પોતાની દિકરીને લઈને ચિંતા
દિલ્હી: અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા એ હદે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે કે જેની ના પુછો વાત. અફ્ઘાનિસ્તાનમાં સ્થાનિક લોકોને પોતાની દિકરીની ચિંતા થવા લાગી છે કારણ કે તાલિબાન પોતાના સ્વાર્થ માટે સ્થાનિક લોકો પર ત્રાસ ગુજારતા એક મીનીટ પણ વિચારતા નથી. આવામાં સ્થિતિ હવે ત્યાં એવી બની છે કે આતંકવાદ અને માનવાધિકાર ભંગની ઘટનાઓથી પરેશાન આ દેશમાં લોકો માટે જીવવું મુશ્કેલ બની ગયું છે. ગરીબીને કારણે લોકો તેમના પરિવારનું ભરણપોષણ કરવા માટે તેમની દીકરીઓને લગ્ન માટે વેચવા પણ મજબૂર છે.
જો વાત કરવામાં આવે અફ્ઘાનિસ્તાનના હેરત શહેરની તો મોટાભાગના પરિવારોની સ્થિતિ વણસી ગઈ છે. આ વિસ્તારમાં નાની છોકરીઓના લગ્ન નક્કી કરવા પણ ખૂબ જ સામાન્ય છે. લગ્ન પતાવવા માટે છોકરાનો પરિવાર મેહરને છોકરીના પરિવારને પૈસા આપે છે.
એવું કહેવાય છે કે જ્યાં સુધી છોકરીની ઉંમર 15 વર્ષની ન થાય ત્યાં સુધી તે તેના પરિવાર સાથે રહે છે. જો કે, તાલિબાન હેઠળ વધતી ગરીબી વચ્ચે, પરિવારોને તેમની દીકરીઓને નાની ઉંમરે પરણાવી દેવાની અને તેમના પતિ સાથે છોડી દેવાની ફરજ પડે છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકી અને નાટો દળોની હકાલપટ્ટી બાદ આંતરરાષ્ટ્રીય સમુદાયે અફઘાનિસ્તાનને આપવામાં આવતી વાર્ષિક સહાય બંધ કરી દીધી. આ સિવાય પશ્ચિમી દેશો પણ તાલિબાનને માનવાધિકારની શરતો અને આઈએસ-અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનો સાથે સંબંધો તોડવા દબાણ કરી રહ્યા છે. એટલે કે જ્યાં સુધી તાલિબાન આ દેશોની શરત પર સહમત ન થાય ત્યાં સુધી દેશના ભંડોળ પર પણ રોક લગાવી દેવામાં આવી છે.