દિલ્હીમાં યમુના નદી જોખમી સ્તરે પહોંચતા સ્થિતિ કથળવાની શક્યતાઓ – સીએમ કેજરિવાલ રાહત શિબીરની મુલાકાતે પહોચ્યા
દિલ્હીઃ- દેશભરમાં ચોમાસું જોરદાર જામી ગયું છે સ્થિતિ એવી થઈ રહી છે કે અનેક જગ્યાએ પુરની સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને જો વાત કરીએ દિલ્હીની તો અહીં યમુના નદીનું સ્તર જોખમી બન્યું છે.ત્યારે આજરોજ દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલ રાહત શિબીરની મુલાકાતે પહોચ્યા હતા કારણ કે જો હાલ પણ વરસાદનું જેર રહેશે તો સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવનાઓ પુરેપુરી છે.
યમુનાના ઉગ્ર સ્વરૂપના કારણે દિલ્હીની સડકો પર પાણી ફરી વળ્યા હતા. રેકોર્ડબ્રેક વધારા બાદ હવે પાણીની સપાટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે નદી હજુ પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
બીજી તરફ દિલ્હીમાં શનિવારે સાંજે પડેલા વરસાદે દિલ્હીવાસીઓની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો. આજે પણ હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.આ સ્થિતિ પર નજર રાખવા આજે દિલ્હીમાં ત્રણ નહીં ચાર પાર્ટીઓ છે.