Site icon Revoi.in

બદલાપુરમાં બાળકીઓના યૌન શોષણની ઘટનાના વિરોધ પ્રદર્શન બાદ સ્થિતિ સામાન્ય

Social Share

પૂણેઃ મહારાષ્ટ્રના બદલાપુરમાં છોકરીઓના યૌન શોષણ સામે થયેલા હોબાળા બાદ બુધવારે સવારે સ્થિતિ સામાન્ય રહી હતી. રેલવે સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, ટ્રેનો સુરક્ષિત રીતે ચલાવવામાં આવી હતી. પોલીસે અફવાઓ પર કાબૂ મેળવવા માટે થોડા દિવસો માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. પોલીસે વિરોધ પ્રદર્શન અને હંગામા મુદ્દે 300 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. જ્યારે 40 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

બદલાપુરમાં શાળાની બે વિદ્યાર્થિનીઓના યૌન શોષણના વિરોધમાં રેલ રોકો પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મધ્ય રેલવેની કેટલીક રેલવે સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. બપોરે પ્રદર્શનકારીઓ શાળાએ પહોંચ્યા અને તોડફોડ કરી હતી. આ પછી ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો જે બાદ પોલીસે રેલવે ટ્રેક ખાલી કરાવ્યો હતો. બપોરે 1 વાગે આંદોલનકારીઓ રેલ્વે ટ્રેક પર પાછા આવી ગયા હતા.વિરોધકર્તાઓએ બદલાપુર સ્ટેશન પર હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરીને પ્રદર્શનકારીઓને વિખેર્યાં હતા. દેખાવકારોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓને દૂર કર્યાના 10 કલાક બાદ ટ્રેન સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

મધ્ય રેલ્વેના ડીસીપી જીઆરપી મનોજ પાટીલે કહ્યું કે, હવે સ્થિતિ સામાન્ય છે. ટ્રેનો પણ આગળ વધી રહી છે. અફવાઓ ન ફેલાય તે માટે ઈન્ટરનેટ સેવાઓ થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવી છે. પોલીસે કહ્યું કે પોલીસે વિરોધ કરવા અને હંગામો કરવા બદલ 300 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. જ્યારે 40 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

#BadlapurProtests #JusticeForVictims #SexualExploitation #ProtestsEnd #PeaceRestored #CommunityStrength #EndExploitation #SupportTheVictims #SafetyForGirls #BadlapurStandsUnited