Site icon Revoi.in

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે સ્થિતિ વણસી- રાષ્ટ્રપતિ ગોયબાયા રાજપક્ષે એ મોડી રાત્રે ઈમરજન્સી લાગૂ કરી

Social Share

દિલ્હીઃ- શ્રીલંકામાં છેલ્લા ઘણા સમયથી સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે ત્યારે આવી સ્થિતિમાં જનતા સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે જેને લઈને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે ફરી દોઢ મહિનાના સમય બાદ કટોકટી જાહેર કરી છે.જેને લઇને હવે દેશની જનતા વિરોધ કરવા રસ્તાઓ પર નહિ ઉતરી શકે.

શ્રીલંકા આ ઇમરજન્સી વીતેલી મોડી રાતે અચાનક જાહેર કરાય હતી.સાંસદ માં ચાલી રહેલ તણાવની સ્થિતિને જોતા સ્પીકર મહિન્દ્રા પાયા એ વીતેલા દિવસને શુક્રવારે સંસદ આવનારી ૧૭ મે સુધી સ્થગિત કરી હતી ઉલ્લેખનીય  છે કે આ બાબતે વિપક્ષે હંગામો મચાવ્યો હતો

શ્રીલંકામાં કથળતી આર્થિક સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ પેહલા પણ 1 એપ્રિલે કટોકટી લાદી હતી. જો કે, ભારે વિરોધ વચ્ચે, ઇમરજન્સી પાંચ દિવસ પછી એટલે કે 6 એપ્રિલે હટાવી લેવામાં આવી હતી..

આ અગાઉ લગભગ દેવાળિયા થઈ ગયેલા શ્રીલંકાએ 3.8 લાખ કરોડ ભારતીય રૂપિયાનું વિદેશી દેવું ચૂકવવા હાથ ખંખેરી .લીધા હતા શ્રીલંકાએ ખોરાક અને ઈંધણની માંગને પહોંચી વળવા માટે આ પગલું ભર્યું છે. ફોરેન એક્સચેન્જ રિઝર્વ ખાલી થઈ ગયું છે અને તેની પાસે બહુ ઓછા ડોલર બાકી છે. જો તેણે દેવું ચૂકવવાનું નક્કી કર્યું હોત, તો તેની પાસે ખાદ્ય ઉત્પાદનો અને ઇંધણની આયાત કરવા માટે ડોલર બાકી ન હોત.

આ પહેલા શ્રીલંકામાં સતત આર્થિક સંકટના કારણે લોકોનો રોષ ફેલાયો હતો  રોજેરોજ સરકાર વિરુદ્ધ મોરચો કાઢવામાં આવી રહ્યો છે. આગલા દિવસે પણ વિરોધીઓએ સંસદને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી પોલીસે તેમને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પહેલા ગુરુવારે પ્રદર્શનકારીઓના એક જૂથે સંસદની નજીક પોલ્ડુવા જંક્શન પર બેરિકેડિંગ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.