ગાંધીનગરઃ જિલ્લાના માણસા શહેરના એક દારૂ પીવાના કેસમાં સેશન્સ કોર્ટમાં અપિલ કરવામાં આવી હતી. જેમાં આરોપીની સજા સામે સેશન્સ કોર્ટે જણાવ્યું હતું કે દારૂ પીવા માટે છ મહિનાની સખત કેદની સજા ખૂબ જ કઠોર છે અને દારૂ પીવા માટે બે વખત કેસ કરાયેલા વ્યક્તિની જેલની સજા ઘટાડીને 10 અને 15 દિવસની કરી હતી.
આ કેસ ગાંધીનગર જિલ્લાના માણસા શહેરના 49 વર્ષીય અમિત મહેતાનો છે. તેની સામે 14 માર્ચ, 2015ના રોજ ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(b) અને 85(1)(3) અને ગુજરાત પોલીસ એક્ટની જોગવાઈઓ હેઠળ જાહેરમાં ઉપદ્રવ સર્જવા બદલ પ્રથમવાર ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્રણ મહિના પછી, તા. 12 જૂન માણસા પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો અને દારૂના નશામાં તેની ધરપકડ કરી અને તે જ જોગવાઈઓ હેઠળ તેની સામે બીજો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં માણસાની મેજિસ્ટ્રિયલ કોર્ટે ટ્રાયલ હાથ ધરી હતી અને 7 એપ્રિલ, 2018 ના રોજ મહેતાને કલમ 66(1)(b) હેઠળ બન્ને કેસમાં દારૂ પીવા માટે દોષિત ઠેરવ્યો હતો. ટ્રાયલ કોર્ટે તેને અન્ય આરોપોમાંથી મુક્ત કર્યો હતો. બંને કેસમાં તેને છ મહિનાની જેલ અને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કાયદામાં પહેલીવાર નશામાં પકડાય તો વધુમાં વધુ છ મહિનાની જેલ અને રૂ. 1,000ના દંડની જોગવાઈ છે અને બીજીવાર ગુનામાં બે વર્ષની જેલ અને રૂ. 2,000 સુધીનો દંડ થઈ શકે છે. જોકે મહેતાએ તેમને ફટકારવામાં આવેલી સજાને સેશન કોર્ટમાં પડકારી હતી અને પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પોતાનું અવલોકન આપ્યા બાદ ચુકાદો આપતા કહ્યું કે મહેતાએ ગુનો જરુર કર્યો છે પરંતુ તેના નામે કોઈ ગુનાઈત ઇતિહાસ નથી તેમજ આ ગુનો પણ એટલો મોટો નથી કે વ્યક્તિને આટલા લાંબા સમય માટે જેલમાં રહેવું પડે.
સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. જોકે આ સાથે મહેતાને કરવામાં આવેલી સજા અંગે સેશન કોર્ટનો મત અલગ હતો. સેશન્સ કોર્ટે દારુ પીવાના ગુનામાં 6 મહિનાની જેલની સજાને ઓછી કરીને પહેલા ગુના માટે 10 દિવસ અને પછી બીજા ગુના માટે 15 દિવસ કરી નાખી હતી.
કોર્ટે સજા ઓછી કરતા કહ્યું કે દારુ પીવા જેવા કિસ્સામાં જરુર કરતા વધુ આકરી સજા કરવી જોઈએ નહીં કે જેથી જેલમાં તે ગુનાઈત પ્રકૃતિના લોકોને મળે અને ગુનાની દુનિયા તરફ આકર્ષાય. આ સજા ખૂબ જ આકરી કહેવાય. આવા ગુનામાં આરોપીને એટલો સમય જ જેલની સજા કરવી જોઈએ જેનાથી તેને પોતાના ગુનાનું ભાન થઈ જાય,