છ મહિના બાદ પ્રવાસીઓએ તાજમહેલના દિદાર કર્યા- સહેલાણીઓ માટે આગરાના પર્યટક સ્થળો ખુલ્લા મુકાયા
- આગરા તાજમહેલ પ્રવાસીઓ માટે ખુલ્યો મૂકાયો
- આ સાથે જ આગરાના સ્મારક સ્થળોની પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે
- કોવિડ 19ના પ્રોટોકોલનું પાલન થતું જોવા મળ્યું
- એક દિવસમાં માત્ર 5 હદાર પ્રવાસીઓને મંજુરી અપાઈ
છેલ્લા 6 મહિનાથી દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે જેને લઈને કેન્દ્ર સરકાર દ્રારા લોકડાઉન કરવાની પણ ફરજ પડી હતી ત્યાર બાદ ઘીમે-ઘીમે અનલોક થતા અનેક સ્થળોને ખુલ્લા મૂકવામાં આવતા ગયા અને હવે છ મહિના જેટલા લાંબા સમયગાળા બાદ આગરામાં તાજમહેલ અને આગરા કિલ્લાને પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે, ત્યારે પ્રવાસીઓએ તાજમહેલની મુલાકાત લઈને આનંદની અનુભુતી કરી હતી.
સોમવારની સવારે સુર્યોદયના સમયે બન્ને સ્મારકોના ગેટ ખોલવામાં આવ્યા હતા, અહીં આવનારા પ્રવાસીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ જ તેઓને ગેટની અંદર એન્ટ્રી આપવામાં આવી રહી છે.
કોરોના મહામારીને કારણે માર્ચ મહિનાની 17 તારીખથી જ સાતમી અજાયબી તાજમહેલ અને આગરા ફોર્ટને બંધ કરી દેવામાં આવ્યા હતા,ફતેપુર સીકરી, રામબાગ, તાજમહેલ બાગ જેટલા 6 સ્મારકો હવે પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યા છે જેને લઈને પ્રવાસીઓ મોજમાં જોવા મળી રહ્યા છે.
372 વર્ષના તાજમહેલના ઈતિહાસમાં એવું પ્રથમ વખત બનવા પામ્યું છે કે, જ્યારે આ તાજમહેલ સતત 6 મહિના સુધી પ્રવાસીઓ માટે બંધ રખાયો હોય, સોમવારના રોજ તાજમહેલ ખુલતાની સાથે જ પ્રવાસીઓએ ફોટોગ્રાફી કરાવી હતી આ સાથે જ અનેક લોકોએ તાજમહેલના દિદાર કર્યા હતા.
તાજમહેલમાં 1 દિવસમાં 5 હજાર પ્રવાસીઓને મંજુરી
ઉલ્લેખનીય છે કે, ભારતીય પુરાતત્વ વિભાગ દ્રારા કોરોનાના કારણે આગરા તાજમહેલની મુલાકાત લેનારા પ્રવાસીઓને એક દિવસમાં મર્યાદીચ પ્રવાસીઓને જ મંજુરી આપી છે .
આ સાથે ઐતિહાસિક પ્લેસની મુલાકાત લેવા માટે ટિકિટ બારીઓ બંધ જ રાખવામાં આવી છે, પ્રવાસીઓ એ મુલાકાત લેતા પહેલા ઓનલાઈન બુકિંગ કરાવવાનું ફરજિયાત રાખવામાં આવ્યું છે,જેથી લોકો એકબીજાના સંપર્કમાં આવતા અટકી શકે અને શારિરીક તર પણ જળવાઈ રહે, સ્મારકોની મુલાકાતે આવનારા લોકો ક્યૂઆર કોડ સ્કેન કરીને પ્રવેશ કરી શકે છે
આ સાથે જ દરેક પ્રવાસીઓ માટે માસ્ક પહેરવું પણ ફરજિયાત છે,આજે અહી લોકો માસ્ક પહેરીને ફરતા જોવા મળ્યા છે, તો બીજી તરફ તાજમહેલના સંચાલકમાં લાગેલા તમામ કર્મીઓ ફેશ શિલ્ડ પહેરીને કાર્ય કરતા નજરે પડ્યા છે આ સાથે જ તમામા પ્રવાસીઓ પણ કોવિડ 19ના પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે.તાજમહેલની આદંર જવા માટે માર્ત 5-5 લોકોને જ એક સાથે પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યો છે. જેથી કરીને અંદર પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે.
6 મહિના બાદ સ્થાનિક લોકોની આર્થિક પરિસ્થિતિને વેગ મળશે
આગરામાં પ્રવાસીઓને આવવાની છૂટ મળતા જ સ્થાનિક હોટલો, ખાણીપીણી જેવા વ્યવસાયો ફરીથી ઘનઘમતા થશે, અહીના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રવાસીઓ ન ાવવાના કારણે અહીના રોજગાર પર અસર પડેલી જોઈ શકાતી હતી, હવેથી ફરીથી અહીની હોટલો રેસ્ટોરન્ટસ્ ઘમઘમતી જોવા મળશે ,સામાન્યથી લઈને દરેક મોટા માર્કેટના વેપારી વર્ગમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
સાહીન-