ખૈબર પખ્તુનખ્વામાં આતંકીઓ સાથેની અથડામણમાં પાકિસ્તાનના છ જવાનના મોત
મીડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં હવે ઈરાન પણ કુદી પડ્યું હોવાથી યુદ્ધ વધારે ગંભીર બન્યું છે. ઈઝરાયલે ઈરાને કરેલા હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. બીજી તરફ દુનિયાના અનેક દેશોમાં આતંકવાદ મોટી સમસ્યા બની રહ્યો છે. દરમિયાન પાકિસ્તાનમાં ખૈબર પખ્તુખ્વામાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે થયેલી અથડામણમાં છ જવાનોના મોત થયાનું જાણવા મળે છે. આ અથડામણમાં સુરક્ષા દળોના જવાન સાથે અન્ય છ વ્યક્તિના પણ મોત થયાનું જાણવા મળે છે. ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલાને પગલે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.
આર્થિક રીતે કંગાલ પાકિસ્તાનમાં હાલ રાજકીય સ્થિરતાનો અભાવ છે. ગઈકાલે જ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતા અને ભારે હંગામો મચાવ્યો હતો. બીજી તરફ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના એક વરિષ્ઠ અધિકારી સહિત છ જવાનો શહીદ થયા છે. આ એન્કાઉન્ટર અફઘાનિસ્તાનની સરહદે આવેલા ઉત્તર વજીરિસ્તાન જિલ્લાના સ્પીનવામ વિસ્તારમાં થયું હતું, જેમાં ‘છ ખાવરીજ’ પણ માર્યા ગયા હતા. ઓપરેશનનું નેતૃત્વ કરી રહેલા 43 વર્ષીય લેફ્ટનન્ટ કર્નલ મુહમ્મદ અલી શૌકત અને અન્ય પાંચ સૈનિકો ‘ભીષણ ફાયરિંગ’માં માર્યા ગયા હતા. ટીટીપીએ હુમલાની જવાબદારી લીધી છે.