Site icon Revoi.in

રાજ્યની છ હજાર સ્કૂલોએ ફાયર સેફ્ટિના સાધનો વિકસાવવા એક વર્ષનો સમય માંગ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગની ઘટનામાં થઈ રહેલા વધારાના મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજીમાં કોર્ટે સરકારને આકરી ટકોર કરી હતી. તેમજ ફાયર સેફ્ટીના કાયદાનું પાલન કરાવવા તાકીદ કરી હતી. જેથી તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્યની ૬૦૦૦ શાળાઓ વતી અખિલ ગુજરાત રાજ્યશાળા સંચાલક મંડળ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં એક વર્ષના સમયની માંગણી કરવામાં આવી હતી.

કેસની હકીતત અનુસાર હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, ‘ફાયર સેફ્ટિના મુદ્દે શાળાઓને ઈન્ડસ્ટ્રીયલ એકમો સાથે સાંકળો નહીં. કાયદા મુજબ શાળાઓ ફાયર સેફ્ટિના સાધનો વિકસાવવા માટે તૈયાર છે. જો કે, આ માટે શાળાઓને એક વર્ષનો સમયગાળો આપવામાં આવે. શાળાઓમાં ફાયર સેફ્ટિના સાધનો ફીટ કરવા અને ત્યાર બાદ ફાયર વિભાગને જાણ કરીને એનઓસી મેળવવામાં લાંબો સમય જાય છે. ગુજરાત હોઈકોર્ટમાં આ અરજી ઉપર ચાર સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની કોવિડ હોસ્પિટલ સહિત અન્ય હોસ્ટિપમાં આગના બનાવો બન્યાં હતા. આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેથી હાઈકોર્ટે સરકાર અને અમદાવાદ સહિતના કોર્પોરેશનનો સામે આકરુ વલણ અપનાવ્યું હતું. તેમજ કાયદાનું પાલન કરવા માટે તાકીદ કરી હતી.