Site icon Revoi.in

મેરઠમાં કોલ્ડ સ્ટોરેજમાં બોઈલર ફાટતા છ શ્રમિકોના મોત, મૃત્યુઆંક વધવાની શકયતા

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશના મેરઠમાં કોલ્ડ સ્ટોરેજમાં બોયલર ફાટવાની ઘટના સર્જાઈ હતી. આ દૂર્ઘટનામાં 6 લોકોના મૃત્યુ થયાનું જાણવા મળે છે. અનેક કર્મચારીઓ કાટમાળ નીચે દબાયા હતા. આ બનાવની જાણ થતા પોલીસ અને સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ કોલ્ડ સ્ટોરેજ સરઘનાના બીએસપીના પૂર્વ ધારાસભ્ય ચંદ્રવીર સિંહ છે. ચંદ્રવીરસિંહ હાલ સપા-આરએલડી સઠબંધન સાથે જોડાયેલા છે. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મેરઠમાં સ્ટોરેજમાં બોયલર ફાટતા અહીં કામ કરતા શ્રમજીવીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવાની કામગીરી આરંભી હતી. જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરાઈ હતી. તેમજ ઈજાગ્રસ્તોને કાટમાળ નીચેથી બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરમાં જોડાયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય મહાનુભાવો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. કાટમાળ નીચે લગભગ 27 લોકો દબાયા હતા. આ દૂર્ઘટનામાં ઈજાગ્રસ્ત પાંચ વ્યક્તિઓની હાલ ગંભીર હોવાનું જાણવા મળે છે.

મેરઠના એમડી દીપક મીણાએ જણાવ્યું હતું કે, કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવાની કાગીરી ચાલી રહી છે. તેમજ કોલ્ડ સ્ટોરેજમાં કેવી રીતે બોયલર ફાટ્યું તેની તપાસ કરવામાં આવી હતી.