Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં છઠ્ઠા તબક્કાના મતદાનનો આરંભ – સીએમ યોગી એ મત આપીને જનતાને પણ મતદાન કરવાની અપીલ કરી

Social Share

લખનૌઃ- આજ રોજ ઉત્તરપ્રદેશમાં છઠ્ઠા ચબક્કાનું મતદાન શરુ થઈ ચૂક્યું છે.યુપીની ચૂંટણી યાત્રાનો આ હવે અંતિમ તબક્કો છે. આજની રાજકીય લડાઈમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુના ભાવિનો પણ નિર્ણય થવાનો છે.ગોરખપુર-બસ્તી ડિવિઝનની 41 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે.આજે  સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.

આ સાથે જ ઉત્પ્રતરપ્યારદેશના ગરાજની હાંડિયા વિધાનસભા સીટના બૂથ નંબર 311 માણિકપુર પ્રાથમિક શાળામાં આજે ફરી મતદાન થશે. અહીં 27 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું પરંતુ મતદાનના દસ્તાવેજો ખોવાઈ ગયા હોવાથી આજે ળફરીથી મતદાન કરવાનો નિર્ણય લેવાયો  હતો.

ઉલ્લેખનીય છે કે આજ મતદાનની શરુઆત થતાની સાથે જ સીેમ યોગી આદીત્યનાથે ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં પ્રાર્થના કરી.  વહેલી સવારે પૂજા બાદ સીએમ યોગી આદિત્યનાથે પોતાનો મત આપ્યો.

આ પહેલા સીએમ યોગીએ જનતાને પોતાના માટે વોટ કરવાની અપીલ કરી હતી. યોગીએ કહ્યું કે મતદાન હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. તમે છેલ્લા 5 વર્ષમાં વિકાસના પ્રોજેક્ટ જોયા જજ છે. એઈમ્સના ઉદ્ઘાટનથી લઈને કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી. હવે સમય આવી ગયો છે કે આપણે અને આતંકવાદને સમર્થન કરતા લોકો વચ્ચે ચૂટણી કરવાનો. તમારો 1 વોટ યુપીને ભારતનું નંબર 1 અર્થતંત્ર બનાવશે.