Site icon Revoi.in

સ્કીન ટાઈટ જીન્સ પહેરવાનું ટાળો, નહીં તો થઈ શકે છે આવા ગંભીર રોગ

Social Share

કેટલાક લોકો એવા છે કે જેમને લાગે છે કે સ્કીન ટાઈટ જીન્સ પહેરવાથી તેમનો લુક આકર્ષક આવશે, કેટલાક લોકોને સ્કીન ટાઈટ જીન્સ પહેરવા ફેશન લાગતું હોય છે પણ તે લોકોએ હવે ચેતી જવાની જરૂર છે. કારણ કે સ્કીન ટાઈટ જીન્સ પહેરવાથી અનેક પ્રકારની સ્કિનને લગતી બીમારી થઈ શકે છે. ઘણી વખત છોકરીઓને સ્કીની ફીટ અથવા ખૂબ જ ટાઈટ જિન્સ પહેરવાનું ગમે છે, જે પહેરવામાં જ તેમને ઘણુ મુશ્કેલ લાગતું હોય છે.

એક નહીં, ઘણા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે ટાઈટ લેગવેર તમારા માટે ખૂબ હાનિકારક સાબિત થાય છે. ડોક્ટરો પાસે પણ એવા ઘણા કેસ આવ્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે દર્દીઓએ ટાઈટ જીન્સ વગેરેને કારણે દુખાવા સહીતની ઘણી તકલીફોની ફરિયાદ કરી છે. એક પ્રતિષ્ઠીત મીડિયાના અહેવાલમાં સામે આવ્યું છે કે આના કારણે ચેતા અને સ્નાયુઓની સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં જો કોઈ ટાઈટ જીન્સ પહેરે છે તો તેમણે જાણવાની જરૂર છે કે તે સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી હોઈ શકે છે.

વધારે ટાઈટ જીન્સ પહેરવાથી પેટના નીચેના ભાગ પર ઘણું દબાણ આવે છે અને લોહીનો પ્રવાહ ધીમો પડે છે. આ માત્ર પેટ પર જ નહીં, પરંતુ હિપ જોઈન્ટ્સ પર પણ મોટી અસર કરે છે. આ ઉપરાંત સ્કિની જીન્સ પહેરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પર અસર પડે છે અને તેની અસરથી તમારા શરીરમાં બ્લડ ક્લોટિંગ શરૂ થઈ શકે છે. આ પગ અને પીઠના ઉપલા ભાગની ચેતા પર દબાણ લાવે છે, તેનાથી જાંઘ અને કમરમાં દુખાવો થાય છે.