કેટલાક લોકોને એવી સમસ્યા હોય છે કે તે લોકોને ચિંતાના કારણે ઊંઘ આવતી હોતી નથી અથવા ક્યારેક એવું પણ સામે આવે છે કે ઊંઘના ના આવવાને કારણે વ્યક્તિને ઈન્સોમ્નિયા નામની બીમારી પણ થઈ જતી હોય છે. આ બીમારીમાં માણસને ઊંઘ આવવાનું બંધ થઈ જાય છે અને પછી ઊંઘની ગોળી પણ લેવી પડતી હોય છે. તો હવે આ બધી વાતોથી ચિંતા કરવાની જરૂર નથી અને આ ડાયટને કરો તમારા ખોરાકમાં સામેલ.
વાત એવી છે કે ડાર્ક ચોકલેટ તે સારી ઊંઘ આપવામાં મદદ કરતુ સૌથી સારુ ફૂડ છે. ડાર્ક ચોકલેટમાં જે સેરોટોનિન હોય છે તે મગજને શાંત કરે છે અને સારી ઊંઘ પણ આપે છે. આ ઉપરાંત કૈમોમાઈલ ટી – સૂતા પહેલા આ કૈમોમાઈલ ટીનું સેવન કરવાથી તમારો તણાવ અને થાક ઓછો થશે. આ કૈમોમાઈલ ટીના બીજા અનેક ફાયદા છે.
આમ તો સારી ઊંઘ માટે બદામ પણ ફાયદાકારક છે, કારણ કે તે તમને સારી ઊંઘ આપવામાં મદદ કરશે. બદામમાં જે મેલાટોનિન હોય છે જે ઊંઘની પેટર્નને સુધારે છે. અને સારી ઊંઘ પણ આવે છે.