Site icon Revoi.in

પાકિસ્તાનમાં ‘જય શ્રીરામ’ના નારા લાગ્યાઃ મંદિરમાં તોડફોડની ઘટનાના વિરોધમાં દેખાવો

Social Share

દિલ્હીઃ પાકિસ્તાનમાં એક મંદિરમાં થયેલી તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન સામે દુનિયાના અનેક દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન કરાંચીમાં મંદિર તુટવાની ઘટનાના વિરોધમાં વિરોધ પ્રદર્શન થયું હતું. તેમજ દેખવાકારોએ જય શ્રીરામ અને હર-હર મહાદેવના સુત્રોચ્ચાર કર્યાં હતા. આ વિરોધ દેખાવમાં હિન્દુઓ ઉપરાંત શિખ, ખ્રીસ્તીઓ, પારસી અને અન્ય ધર્મના લોકો પણ જોડાયા હતા. દેખાવકારોએ ભગવા ઝંડા લહેરાવીને વિરોધ નોંધાવ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર આ પ્રદર્શન કરાંચીના પ્રસિદ્ધ હનુમાન મંદિરના મુખ્ય પુજારી રામનાથ મિશ્ર મહારાજની આગેવાનાનીમાં થયું હતું. તેમણે કહ્યું કે, રહીમ યાર ખાનમાં અસામાજીક તત્વોએ ગણેશ મંદિરમાં તોડફોડ કરી હતી. જેમાં ઈસ્લામ ધર્મની વિરોધમાં ખરાબ બોલનારને મોતની સજા અથવા આજીવન કેદની સજા ફટકારાય છે. તેમ જ હિન્દુ ધર્મની વિરોધ બોલનારને પણ સજા મળવી જોઈએ. પાકિસ્તાનમાં હિન્દુ અને અન્ય લઘુમતી કોમના લોકો ઉપર અત્યાચાર વધ્યો છે. જેથી સરકારે આ અંગે આકરા પગલા લેવા જોઈએ.

પાકિસ્તાનમાં અવાર-નવાર હિન્દુ મંદિરોની તોડફોડની ઘટના સામે આવે છે. તાજેતરમાં જ રહીમ યાર ખાન નજીક એક મંદિરને કટ્ટરપંથીઓએ નિશાન બનાવીને તોડફોડ કરી હતી. તોફાનીઓએ ભગવાનની મૂર્તિ ખંડિત કરવાની સાથે તોડફોડ કરી હતી. આ બનાવ બાદ પાકિસ્તાનની સમગ્ર દુનિયામાં નીંદા થઈ રહી છે. જો કે, પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને મંદિરમાં તોડફોડની ઘટનાની નિંદા કરીને ફરીથી બનાવવાની બાંહેધરી આપી હતી. એટલું જ નહીં પીએમ ખાને આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપથી ઝડપી લેવાનું કહ્યું હતું.