Site icon Revoi.in

નાના બાળકોને પેટમાં થઈ રહી છે ગડબડ, તો આ કેટલીક ટિપ્સ તમારા કામની, બાળકને પેટમાં થશે રહાત

Social Share

બાળક જ્યારે નાનું હોય છે ત્યારે તેને અનેક સમસ્યાઓ થતી હોય છે ઘણી વખત પહેલી વખત પેરેન્ટ્સ બનેલાની ચિંતા વધે છે,ખાસ કરીને બાળકને પેટમાં દુખાવો રહેતો હોય છે આવી સ્થિતિમાં ઘરેલું ટિપ્સથી તમે બાળકની આ સમસ્યા દૂર કરી શકો છો,માતા પિતાે બાળક પર પુરતુ ધ્યાન આપવાની જરુર હોય છે.

બાળકનું પેટ સારું રહે તે માટે તેના ખોરાક પર ધ્યાન આપો જો તમે તેને કોઈ ફ્રૂટ ખવડાવી રહ્યા છો તો તેને બાફઈને કે ક્રશ કરીને ખવડાવાનું રાખો કારણ છે 6 મહિનાથી વધુન ું બાળક તેને જલ્દીથી પચાવી શકતું નથી.

આ સાથે જ જો તમે તમારા બાળકને દરરોજ ગરમ પાણી આપો છો,તો તે તેના પેટ માટે જ નહીં પરંતુ તેની ત્વચા માટે પણ સારું છે.કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે તે ખૂબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે.બાળકને પાણી નવશેકું ગરમ કરીને પીવાની ટેવ રાખો.

પપૈયાને પેટ માટે રામબાણ માનવામાં આવે છે.જો પપૈયામાં હાજર ફાઈબર યોગ્ય માત્રામાં પેટમાં જાય છે,તો તે તેને સ્વસ્થ રાખે છે.જો તમારું બાળક 6 મહિનાથી ઉપરનું તો તેને પપૈયું ક્રશ કરીને કે બાફીને આપી શકો છો.