Site icon Revoi.in

ભારતમાં નાના ખેડૂતોને જળવાયુ પરિવર્તનથી સૌથી વધારે ખતરોઃ પીએમ મોદી

Social Share

બેંગ્લોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા. તેમણે હૈદરાબાદના પાટનચેરુમાં ઇન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સેમી-એરીડ ટ્રોપિક્સ (ICRISAT) કેમ્પસમાં એક પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગ્રે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, “આ સ્વતંત્રતાના અમૃત મહોત્સવનું વર્ષ છે. ICRISAT પણ 50 વર્ષ પૂર્ણ કરે છે. આ આપણને પ્રેરણા આપવાની તકો છે, આ આપણા સંકલ્પને પૂર્ણ કરવાનો સમય છે અને  આવનારા 25 વર્ષ માટે નવા સંકલ્પ લઈને ચાલવાનો સમય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હૈદરાબાદમાં ઇન્ટરનેશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સેમી-એરિડ ટોપિક્સ (ICRISAT) ના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “ભારતે આગામી 25 વર્ષ માટે નવા લક્ષ્યો નક્કી કર્યા છે, તેના પર કામ કરવાનું શરૂ કર્યું છે. તેવી જ રીતે, આગામી 25 વર્ષ ICRISAT માટે પણ એટલા જ મહત્વપૂર્ણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, ભારતમાં 80-85 ટકા ખેડૂતો નાના ખેડૂતો છે. આ નાના ખેડૂતો માટે આબોહવા પરિવર્તન એક મોટી સમસ્યા બની જાય છે. ભારતે 2070 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય નક્કી કર્યું છે. લાઈફ સ્ટાઈલ ફોર એનવાયરમેન્ટ’ પણ કરવામાં આવી છે.

પીએમએ ICRISATના સંશોધકોને કહ્યું કે આ સંસ્થાનો પાંચ દાયકાનો અનુભવ છે. આ પાંચ દાયકાઓમાં તમે ભારત સહિત વિશ્વના મોટા ભાગમાં કૃષિ ક્ષેત્રને મદદ કરી છે. તમારા સંશોધન, તમારી ટેકનોલોજીએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખેતીને સરળ અને ટકાઉ બનાવી છે. “અમે આગામી થોડા વર્ષોમાં પામ ઓઇલ સેક્ટરને 6.5 લાખ હેક્ટર ખેતીની જમીન સુધી વિસ્તરણ કરવા માંગીએ છીએ. અમે હાલમાં ખાદ્ય સુરક્ષા અને પોષણ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે છેલ્લા સાત વર્ષમાં વિવિધ પ્રકારના પાક ઉગાડ્યા છે. ”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે બેવડી વ્યૂહરચના પર કામ કરી રહ્યા છીએ. એક તરફ અમે જળ સંરક્ષણ દ્વારા નદીઓને જોડીને મોટા વિસ્તારને સિંચાઈ હેઠળ લાવી રહ્યા છીએ તો બીજી તરફ, અમે ઓછા સિંચાઈવાળા વિસ્તારોમાં પાણીના ઉપયોગની ક્ષમતા વધારવા માટે માઈક્રો ઈરિગેશન પર ભાર આપી રહ્યાં છીએ.