ભારતમાં સ્માર્ટફોન ધારકો મહિનામાં સરેરાશ 14.6 GB ડેટાનો કરે છે વપરાશ
દિલ્હીઃ સસ્તા મોબાઈલ રિચાર્જની વાત કરવામાં આવે તો ભારતનો આ આંકડો વધારે છે. પરંતુ જેટલા ડેટા વપરાશકારને ઉપબલ્ધ કરાવવામાં આવે છે. શું એટલા ડેટાનો મોબાઈલ ધારક ઉપયોગ કરે છે. જેને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. જે અનુસાર ભારતમાં પ્રતિ સ્માર્ટફોન વપરાશ સરેરાશ ટ્રેફિક વર્ષ 2019માં પ્રતિ મહિનો 13 GBથી વધીને 2020માં 14.6 GB પ્રતિ માસ થઈ ગયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં મોબાઈલ ઓપરેટર્સ વપરાશકારને 28 દિવસમાં પ્રતિ દિવસ 2 GBથી 3 GB ડેટાની ઓફર કરવામાં આવે છે. આમ મહિનામાં 56 GB અને 84 GB ડેટા આપવામાં આવે છે. જો કે, મોટાભાગના વપરાશકારો દિવસનો પુરા ડેટાનો ઉપયોગ કરી શકતા નથી. રિપોર્ટ અનુસાર ભારતમાં પ્રતિ સ્માર્ટફોનના સરેરાશ ટ્રેફિક વિશ્વ સ્તર ઉપર બીજા સ્થળે છે. વર્ષ 2026માં પ્રતિ માસ લગભગ 40 GB સુધી વધવાનો અંદાજ છે.
રિપોર્ટ અનુસાર વર્ષ 2026ના અંત સુધીમાં 5 G નેટવર્ક ભરતમાં લગભગ 26 ટકા મોબાઈલ સબસક્રિપ્શનને કરશે. એટલે કે 330 મિલિયન સબસક્રિપ્શન હશે. વર્ષ 2026માં 66 ટકા મોબાઈલ સબસક્રિપ્શનને કરીને 4 G માર્કેટ પોતાની જગ્યા બનાવી રાખશે. આ સમયે 3 Gને ખતમ કરી દેવાશે.
રિપોર્ટ અનુસાર ભારતમાં 4 G સબસક્રિપ્શન વર્ષ 2020માં 680 મિલિયનથી વધીને 2026 સુધીમાં 830 મિલિયન થવાનો અંદાજ છે. સ્માર્ટફોન સબસક્રિપ્શનનો આંકડો 810 મિલિયન હતું જેના 7 ટકા CAGR વધવાની શકયતા છે. વર્ષ 2026માં 1.2 બિલિયનથી વધારે થઈ જશે. સ્માર્ટફોન સબસક્રિપ્શન 2020માં કુલ મોબાઈલ સબસક્રિપ્શન 72 ટકા હતો. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે 2026 સુધી 98 ટકા થશે.