સ્માર્ટફોન આજે દરેકની જરૂરત બની ગયો છે. સ્માર્ટફોન વગર કઈ પણ કામ કરવું વગભગ અસંભવ થઈ ગયુ છે. લોકોની જીદગીમાં સ્માર્ટફોનનો વપરાશ એટલો વધી ગયો છે કે તેઓ રાતે પણ તેને જોડે લઈને ઉંઘે છે. એવામાં ડિવાઈસનું લોકો પર ખુબ ખરાબ અસર જોવા મળે છે.
• સ્માર્ટફોન હાથને કરી રહ્યો છે બીમાર
રિપોર્ટ્સ મુજબ, સ્માર્ટફોનને હાથમાં પકડવાથી હાથને ઘણું નુકસાન થઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌથી વધુ અસર હાથના અંગૂઠા અને નાની આંગળી પર પડે છે સ્માર્ટફોનને જરૂર કરતાં વધુ સમય સુધી રાખવાથી આંગળીઓના હાડકાંને પણ નુકસાન થાય છે.
લાંબા સમય સુધી સ્માર્ટફોન પર ટાઈપ કરો છો, તો તમારી આંગળીઓમાં દુખાવો થવા લાગે છે. આ દર્દ ધીરે ધીરે મોટી બીમારીનું રૂપ ધારણ કરી લે છે. આ સિવાય ફોન પકડવાથી આંગળીઓ પર ઊંડા નિશાન પડી જાય છે. સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્માર્ટફોનને કારણે શરૂ થયેલો દુખાવો કાંડા સુધી લંબાયો છે. આ બીમારીને સ્માર્ટફોન ફિંગર નામ આપવામાં આવ્યું છે.
• સ્માર્ટફોનની આ બીમારીથી કેવી રીતે બચી શકાય
તમે પણ આંગળીઓમાં દુખાવો અનુભવી રહ્યા છો, તો તમારે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવું જોઈએ.
સ્માર્ટફોનથી પરેશાન થવા પર દુખાવા વાળી જગ્યા પર બરફ યુજ કરી શકો છો.
આ સમસ્યા ગંભીર થઈ જાય તો તમે ઉપચારની મદદ લઈ શકો છો.
છેલ્લે, વધારે પીડા હોય ડૉક્ટર પાસે જવું જોઈએ.