અમદાવાદઃ શહેરમાં કોરોનાના વધતા જતા કેસને લઈને પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાને કારણે ફરી એકવાર શિક્ષણ ક્ષેત્રને અસર પહોંચી છે. તેવામાં વર્ષ 2022-23 ના સ્કુલ બોર્ડના અંદાજપત્રને મંજુર કરવા માટે મળેલી બેઠકમાં 5 હજાર ગરીબ બાળકોને સ્માર્ટ ફોન આપવાનો નિર્ણય કરાયો છે. આ મામલે સ્કૂલ બોર્ડ દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યો છે જેમાં ઓનલાઇન અભ્યાસ માટે ફોન પણ ખરીદી શકતા નથી તેવા વિધાર્થીઓને લાભ આપવાનું નક્કી કરાયું છે.
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ શાળાઓમાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ લઈ શક્તા નથી કારણ કે વિદ્યાર્થીના માતા-પિતા ગરીબ હોવાથી મોબાઈલ ફોન ખરીદીને તેના પાલ્યને અપાવી શક્તા નથી. મ્યુનિ. સ્કુલ બોર્ડ દ્વારા એક સર્વે કરાવવામાં આવતા આ હકિકત જાણવા મળી હતી. આથી પાંચ હજાર જેટલા ગરીબ વિદ્યાર્થીઓને મોબાઈલ ફોન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના 2022-23ના અંદાજપત્ર માટે મળેલી બેઠકમાં અંદાજે 887 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્કૂલબોર્ડના શાસનાધિકારી લબ્ધીર દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.જેમાં આ ડ્રાફ્ટ બજેટમાં વધુ 6 કરોડના વધારા સાથે સ્કૂલબોર્ડના સત્તાધીશો દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. બજેટમાં ગરીબ અને શિક્ષણથી વંચિત રહી જતા બાળકો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં સ્કૂલબોર્ડની શાળામાં અભ્યાસ કરતા 5 હજાર ગરીબ બાળકોને સ્માર્ટફોન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની જાહેરાત અમદાવાદના મેયર કિરીટ પરમારએ કરી હતી. આગામી માર્ચ એપ્રિલ મહિનામાં ગરીબ બાળકોને સ્માર્ટ ફોનઆપવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે એક સર્વે સ્કૂલ બોર્ડ દ્વારા હાથ ધરાયો હતો. 31 જાન્યુઆરી સુધી જે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે જેમાં વિધાર્થી ઓનલાઇન શિક્ષણનો લાભ લઇ શકતા નથી તેવા 5 હજાર વિધાર્થીઓ આઇડેન્ટિફાઇડ કરાયા છે. હાલ પ્રાયોગિક ધોરણે આ 5 હજાર વિધાર્થીઓ નક્કી કરાયા છે. અને આગામી દિવસોમાં વધુ વિદ્યાર્થીઓ ધ્યાને આવશે તો તેઓને આ પ્રકારે સ્માર્ટફોન આપવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે આગામી સમયમાં અમદાવાદમાં ઓલિમ્પિક યોજવા અંગેના પણ આયોજનો થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનું બાળક આગામી સમયમાં સ્પોર્ટ્સમાં પણ પાછળના રહે તે માટે ખેલશે.
અમદાવાદ અંતર્ગત વિધાર્થીઓને રમતો અંગે કોચિંગ સ્કૂલનીબોર્ડની શાળાઓમાં મળે તે માટે 25 લાખની જોગવાઈ તેમજ સ્કૂલબોર્ડ દ્વારા 4 કરોડ ના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું પણ આયોજન કરાયું છે. (file photo)