કારણ વગર સ્માઈલ કરવાથી પણ થાય છે ફાયદા,જાણો
આમ તો ડોક્ટરો તથા જાણકારો હંમેશા કહેતા હોય છે કે હસવુ અને હસતા રહેવું તેનાથી અનેક ફાયદા થાય છે. હસવાથી અનેક પ્રકારની બીમારીઓ પણ દુર થઈ જાય છે, તો આવામાં એક રિસર્ચ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે કારણ વગર સ્માઈલ કરવાથી પણ અનેક ફાયદા થાય છે.
તાજેતરમાં અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધનમાં આ સિદ્ધાંત એકદમ સાચો સાબિત થયો છે. આ સંશોધન 19 દેશોના 4 હજારથી વધુ લોકો પર કરવામાં આવ્યું હતું.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ દરમિયાન તમામ લોકોને ખાલી સ્ક્રીન, ફૂલ, ફટાકડા અને અન્ય ફોટા બતાવવામાં આવ્યા હતા. ફેશિયલ ફીડબેક રિસ્પોન્સ થિયરી મુજબ, જ્યારે તમે ચહેરાના સ્નાયુઓને સ્મિત કરવા માટે કહો છો, ત્યારે સ્નાયુઓ ખેંચાય છે. આમાંથી હોર્મોન્સ નીકળે છે. જેના કારણે તમારા મનમાં ખુશીઓ વહેવા લાગે છે અને તમે ખુશ થઈ જાવ છો.
આ રિસર્ચમાં એ વાત સામે આવી છે કે માત્ર સ્મિતનો અહેસાસ લાવવાથી જ દરેકના ચહેરા પર ખુશી ફરી આવે છે. વૈજ્ઞાનિકોને પ્રથમ જૂથમાં થોડું ઓછું જોવા મળ્યું, પરંતુ અન્ય બે જૂથોની ખુશીમાં વધારો થયો. આ સંશોધનની અસર ભલે ઓછી હતી, પરંતુ આ થેરાપી કામ કરી રહી હતી.