Site icon Revoi.in

મુદ્રા પોર્ટ ઉપર સોપારીની દાણચોરીનો પ્રર્દાફાશ, દુબઈથી સ્ક્રેપ ટાયરના નામે મોકલાયો હતો જથ્થો

Social Share

અમદાવાદઃ દાણચોરીને અટકાવવા માટે કસ્ટમ અને ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ સહિતની એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન કચ્છના મુદ્રા પોર્ટ ખાતે સોપારીની દાણચોરીનો ડીઆરઆઈએ પર્દાફાશ કર્યો છે. કરોડોની આ સોપારી દુબઈથી સ્કેપ ટાયરના નામે લાવવામાં આવ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મુદ્રા પોર્ટ ખાતે દુબઈથી સ્ક્રેપ ટાયરનો સામાન આવ્યો હતો. વડોદરાની પેઢીએ સ્ક્રેપ ટાયરના કન્ટેનર મંગાવ્યા હતા. આ કન્ટેનર મુદ્રા પોર્ટ ખાતે આવ્યા હતા. ડીઆરઆઈએ શંકાના આધારે આ દસ કન્ટેનરની તપાસ હાથ ધરી હતી. દરમિયાન કેટલાક આગળના કન્ટેનરમાંથી સ્ક્રેપ ટાયરનો જથ્થો મળ્યો હતો. જ્યારે પાછળના ભાગેથી સોપારીનો જથ્થો મળી આવ્યો હતો. આ કન્ટેનરોમાંથી રૂ. 4 કરોડની કિંમતનો 39.44 મેટ્રીક ટન જથ્થો મળી આવતા ડીઆરઆઈના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.  DRIએ મુન્દ્રા પોર્ટમાં આયાત થયેલા 10 કન્ટેનરમાં ટાયર સ્ક્રેપ હોવાનું ઓન પેપર દેખાડીને તેની પાછળ મોટા પ્રમાણમાં સોપારી ઘુસાડવાના રેકેટનો પ્રર્દાફાશ કર્યો હતો. DRIની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઈમ્પોર્ટ ડ્યુટીથી બચવા માટે કોઈ વેપારીએ સ્ક્રેપ ટાયરના નામે સોપારી મંગાવી હતી. ડીઆરઆઈએ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોપારીની દાણચોરીના કેસમાં આગામી દિવસોમાં ધરપકડની કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા છે. એટલું જ નહીં ડીઆરઆઈની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.