Site icon Revoi.in

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર દાણચોરી કરતો યુવક ઝડપાયો, કરોડોની કિંમતના 60 સોનાના બિસ્કિટ બીએસએફના જવાને જપ્ત કર્યા

Social Share

દિલ્હી- વિદેશમાંથી સોનું લઈને ભારતમાં પ્રવેશતા લોકોની સંખ્યા કે પછી દેશમાંથી વિદેશ સોનુ ચોરીછથુપીતી લઈ જવાના કેસની સંખ્યા દિવસેને દિવસે વઘતી જઈ રહી છે દાણચોરીની સંખ્યા વઘતા પોલીસ બોર્ડર સહીત એરપોર્ટ પર ખાસ નજર રાખી રહી છએ ત્યારે ફરી એક વખત ભારતે સોનાની દાણચોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે

 પ્રાપ્ત વિગત પ્રમાણે ભારત-બાંગ્લાદેશ સરહદ પર 4.33 કરોડ રૂપિયાની કિંમતના 60 સોનાના બિસ્કિટ સાથે એક 23 વર્ષિય  દાણચોરને પકડ્યો છે. આ સાથે દક્ષિણ બંગાળ ફ્રન્ટિયર હેઠળના ICP પેટ્રાપોલ, 145મી કોર્પ્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ સોનાની દાણચોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સૈનિકોને સોનાની દાણચોરી અંગે ચોક્કસ માહિતી મળી હતી. દાણચોર બાંગ્લાદેશથી ભારતમાં સોનાના બિસ્કિટની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સોનાના બિસ્કિટનું અંદાજિત વજન 6.998 કિગ્રા છે. જ્યારે તેમની કિંમત રૂ 4,32,86,217 છે.

વઘુ વિગત અનુસાર  બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ ચેકપોસ્ટ પર ડ્યૂટી દરમિયાન ICP પેટ્રાપોલ ખાતે ખાલી ટ્રક ચેકિંગ વિસ્તારમાં WB-11C-1112 લઈ જતી એક ખાલી ભારતીય ટ્રકને રોકી હતી. BSFની ગુપ્તચર શાખામાંથી મળેલા ચોક્કસ ઇનપુટના આધારે, સૈનિકોએ કેબિનની અંદર ટ્રકની તપાસ કરી.

પોલીસને આ તપાસ દરમિયાન તેમની પાસેથી 6998.580 ગ્રામ વજનના 60 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા, જે સફેદ પારદર્શક ટેપમાં વીંટાળેલા હતા, જેના પર વિવિધ વિદેશી નિશાનો હતા. ત્યારબાદ ટ્રકનો ચાલક ઝડપાઈ ગયો હતો અને સ્થળ પરથી સોનાના બિસ્કીટ કબજે કરવામાં આવ્યા હતા

વઘુ જાણકારી પ્રમાણે આ  દાણચોરની ઓળખ 23 વર્ષીય સૂરજ મેગના વતની લુત્ફર મેગ તરીકે થઈ હતી. તે ગામ-જોઈપુર, જિલ્લા-ઉત્તર 24 પરગણા, પશ્ચિમ બંગાળનો રહેવાસી છે.પૂછપરછ દરમિયાન, તેણે પોતાની ઓળખ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના પીએસ-બોનગાંવ હેઠળના ગામ-જોયપુરના ભારતીય નાગરિક તરીકે આપી હતી. તે ડ્રાઈવર તરીકે કામ કરે છે. વધુમાં, તેણે ખુલાસો કર્યો કે તે ICP પેટ્રાપોલ મારફત કોલકાતાથી બેનાપોલ લેન્ડ પોર્ટ સુધી પરિવહન સામાન લોડ કરીને બાંગ્લાદેશની મુસાફરી કરે છે. હવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ઘરી છે.