- હિમાચલ પ્રદેશમાં આદે પણ બરફવર્ષા યથાવત
- 774 માર્ગો અવરોઘિત
- પ્રવાસીઓએ માણી બરફની મજા
- ગઈકાલે દૂર્ઘટનામાં 5 લોકોએ જીવ ગુમાવ્યા
શિમલાઃ- દેશભરમાં ઠંડીનું જોર વધ્યું છે ત્યારે હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાનો કહેર વર્તાઈ રહ્યા છો.હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા સહિત અનેક જિલ્લાઓમાં ફરી એકવાર ભારે હિમવર્ષા થઈ રહી છે. વિતેલા દિવસને સોમવારે આ હિમવર્ષાને કારણે શિમલા સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં 774 રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા.
શિમલામાં લોકોને રોજીંદી ચીજ વસ્તપુઓ જેવી કે બ્રેડ, દૂધ અને અખબાર માટે લોકોએ હાલાકી ભોગવવાનો વખત આવ્યો હતો. રસ્તાઓ અવરોધિત બનતા જરુરી ચીજ વસ્તુઓ દુકાનો સુધી પહોચ્વામાં વિલંબ થયો હતો.
આ સાથે જ ભારેહિમ વર્ષાના કારણે કેચલાક સ્થળોએ નાની મોટી ઘટનાઓ પણ સર્જાઈ હતી આ સિવાય રસ્તાઓ પર ઘણો લપસણો હતો અને તેના કારણે બે ઘટનાઓમાં 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. સોમવારે સાંજે સરાહન પાસેના શંગોલી ગામમાં કાર રોડ નીચે પડતાં બે મહિલાઓ અને એક બાળક સહિત પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા.
આ સિવાય હાસન ઘાટીમાં કુફરી પાસે એક કાર પણ ખાડીમાં પડી હતી. જેમાં બે લોકો ઘાયલ થયા હોવામી માહિતી મળી છે. રસ્તાઓ પર બરફના આવરણના કારણે ઓફિસ જનારાઓને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. રાજ્યમાં જે 774 રસ્તાઓ પર ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે તેમાંથી 261 શિમલામાં સ્થાયિ છે. આ સિવાય 170 લાહૌલ-સ્પીતિમાં અને 139 કુલ્લુમાં છે.
આથી વિશેષ કે ચંબામાં 85, કિન્નોરમાં 60 અને મંડીમાં 51 રસ્તા બંધ છે. રાજ્.માં ટ્રાન્સફર સેવાઓ ખૂબ અવરોઘિત બની રહી છેજેની આડકતરી કે સીઘી રીતે નજજીવન પર માઠી અસર પડી રહી છે