- જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાનો પ્રકોપ
- કુદરતી આપત્તી જાહેર કરાઈ બરફવર્ષાને
- બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું
- પહેલી વખત હિમનવર્ષા કુદરતી આપત્તીની યાદીમાં સામેલ
દિલ્હીઃ-દેશની જન્નત ગણાતા કેન્દ્ર સાશિત પ્રદેશ જમ્મુ કાશ્મીર હાલ બરફની ચાદરોમાં લપેટાયું છે, જેના કારણે જનજીવન પર માઠછી અસર જોવા મળી રહી છે, જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષાને કુદરતી આપત્તિ જાહેર કરવામાં આવી છે. ભારે હિમવર્ષાને અત્યારસુધી એસડીઆરએફના નિયમો હેઠળ કુદરતી આફતની સૂચિમાં શામેલ કરવામાં આવી નથી. જેને કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને હિમવર્ષાને કારણે અસરગ્રસ્ત લોકોને રાહત આપવી તે તકનીકી રીતે મુશ્કેલ લાગ્યું હતું.
પ્રાકૃતિક દુર્ઘટનાની ઘોષણા સાથે હવે બચાવ કાર્યમાં ઝડપથી બરફવર્ષાથી પ્રભાવિતથયેલા લોકોને રાહત આપવી સરળ બનશે. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ રવિવારે કાશ્મીરના તમામ જિલ્લા ડેપ્યુટી કમિશનરો અને એસએસપી કક્ષાના પોલીસ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી અને બરફવર્ષાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવવા આદેશ આપ્યો હતો.આ બેઠકમાં જિલ્લા કક્ષાએ વીજળી અને રસ્તાઓની હાલત, પીવાના પાણીનું સપ્લાય અને જરૂરી સામગ્રીની સાથે બરફ હટાવવાની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
હિમવર્ષશના કારણે આરોગ્ય સેવાઓમાં અડચણ
આ યોજાયેલી બેઠકમાં હિમવર્ષાના કારણે સર્જાયેલી સમસ્યાઓને હલર કરવા માટે વહિવટ તંત્ર દ્વાવા કરવામાં આવતી કામગીરીની માહિતી પ્રાપ્ત કરવામાં આવી હતી, જેમાં જણવા મળ્યું કે,નાના બચાવ વાહનોની અછતના કારણે લોકોને આરોગ્ય સેવા સુધી પહોંચવા માટે મુશ્કેલા વેઠવી પડી રહી છે.પહાડી વિસ્તારો અને ખડક વાળા રસ્તાઓ માટે આ કાર્ય વધુ મુશ્કેલ બન્યું છે.અધિકારીઓ એ આ માટે વાહનો અને એમ્બ્યૂલન્સ આપવા માટેની અપીલ કરી હતી.
હિમવર્ષના પ્રકોપથી અનેક જાહેર સેવાઓને અસર
જમ્મુ વિભાગના ઉચ્ચ પર્વતીય વિસ્તારો અને કાશ્મીર ખીણના મોટાભાગના વિસ્તારો હવામાન સ્પષ્ટ થયા પછી ધિમ્મસ છવાયેલા જોવા મળે છે. જમ્મુ વિભાગમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, ખાસ કરીને પીર પંજલને અડીને આવેલા પૂંછ, રાજોરી, ચિનાબ ખીણની સરહદે રામબેન, ડોડા અને કિશ્તવાડના પર્વત વિસ્તારોમાં ભારે માઠી અસર જોવા મળી રહી છે. કાશ્મીર ખીણના મોટાભાગના જિલ્લાઓમાં જાણ ચારે તરફ બરફની ચાદર છવાય છે. મોટી સંખ્યામાં મકાનો બરફમાં જામ થઈ ગયા છે.. પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અન્ય પાયાની સેવાઓ પર અસર થઈ છે.
સાહિન-