શ્રીનગરઃ- 1 લી જુલાઈથી અમરનાથ યાત્રાનો આરંભ થયો હચો થોડા દિવસ અગાઉ હવામાન ખરાબ થતા સતત 4 દિવસ અમરનાથ યાત્રા અટકાવામાં પણ આવી હતી જો કે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા યથાવત હતી અનેક લોકો અમરનાથ યાત્રા કરવા પહોંચી રહ્યા છએ ત્યારે હવે યાત્રીઓની સંખ્યા અઢીલાખને પાર પહોંચી છે.
વિતેલા દિવસને મંગળવારની જો વાત કરીએ તો 6 હજાર 226 ભક્તોની 16મી ટુકડી પહેલગામ અને બાલટાલ માટે રવાના થઈ હતી, મંગળવારે વહેલી સવારે વરસાદ વચ્ચે ભક્તોનો ઉત્સાહ અકબંધ રહ્યો હતો અને શ્રદ્ધાળુઓ 217 વાહનોમાં સવાર થઈને બર્ફાની બાબાના દર્શન માટે રવાના થયા હતા. છેલ્લા 17 દિવસમાં અત્યાર સુધીમાં 2.51 લાખ શ્રદ્ધાળુઓ બર્ફાની બાબાના દર્શન કરી ચુક્યા છે.
અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ ભગવતી નગર સ્થિત યાત્રી નિવાસ ખાતે ભક્તો આર.આઈ.એફ.ડી. કાર્ડ અને ટોકન મળતા ખૂબ જ ઉત્સાહિત હતો. ચેકિંગ બાદ તીર્થયાત્રીઓને કડક સુરક્ષા વચ્ચે બસો અને હળવા વાહનોમાં બાલતાલ અને પહેલગામ મોકલવામાં આવ્યા હતા.આ દરમિયાન સમગ્ર માર્ગો શિવનાદથી ગુંજી ઉઠ્યા હતા અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અમનનાથ યાત્રાના ઘણા દિવસો બાકી છે ત્યાર સુધીમાં લાખઓ ભક્તો અહી પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે.આગામી દિવસોમાં વધુ શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાત લેશે.”આ સહીત યાત્રાળુઓને તેમની સમગ્ર યાત્રા દરમિયાન તમામ જરૂરી વસ્તુઓ અને સુવિધાઓ પૂરી પાડીને રાજ્ય એજન્સીઓ અને નાગરિક વિભાગો દ્વારા મદદ કરવામાં આવી રહી છે.આ સાથે જ યાત્રીઓની સુરક્ષાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અમરનાથ ગુફા સુધી પહોંચવાના માર્ગો પર તમામ સુવિધાઓ અને સુરક્ષાઓ જોવા મળી રહી છે.
અત્યાર સુધી બાબા બર્ફાની દર્શન કરવા આવેલા 30 ભક્તોના મોત થયા છે. બાલટાલ અને પહલગામથી ચઢાવ પર ચઢતી વખતે અથવા ખરાબ તબિયતના કારણે યાત્રાળુઓ મૃત્યુ પામ્યા છે. સોમવારે ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જેઓ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રહેવાસી હતા. જો કે, શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ ઉપરાંત, સુરક્ષા દળોએ યાત્રાના રૂટ પર શ્રદ્ધાળુઓની સુવિધા માટે ઓક્સિજન સહિત અન્ય આરોગ્ય સુવિધાઓ માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અહીની સુરક્ષામાં “પોલીસ, SDRF, આર્મી, અર્ધલશ્કરી, આરોગ્ય, PDD, PHE, ULB, માહિતી, શ્રમ, અગ્નિશમન અને કટોકટી, શિક્ષણ અને પશુપાલન સહિતના તમામ વિભાગોએ તેમના કર્મચારીઓને તૈનાત કરાયા છે.આ સહીત યાત્રીઓને તકલીફ પડે તો આરોગ્ય સુવિધાઓ પણ સજ્જ કરાઈ છે.અનેક શીબીરીનો પણ બનાવાયા છે ઉલ્લેખનીય છએ કે આ વખતે યાત્રા 62 દિવસની છે જે ઓગસ્ટની 31 તારીખે પૂર્ણ થવાની છે ત્યાર સુધી હજી અનેક ભક્તો અહીં દર્શનમાટે આવશે.