Site icon Revoi.in

દેશમાં રસીકરણની પ્રક્રિયામાં વેગઃ- અત્યાર સુધી કોરોના વેક્સિનના 22 કરોડ ડોઝ આપવામાં આવ્યા

Social Share

દિલ્હીઃ- ભારતમાં કોરોનાની બીજી લહેર સામે રસીકરણ અભિયાનમાં દેશએ એક મહત્ત્વનું લક્ષ્ય હાંસલ કર્યું છે, રસીકરણમાં ભારત મોખરે જોવા મળએ છે, વિતેલા દિવસને બુધવારે સાંજ સુધી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ, દેશમાં વેક્સિનના 22 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.

આ મામલે  મંત્રાલયે કહ્યું કે બુધવારે, 18-44 વર્ષની વય જૂથના 11 લાખ 37 હજાર 597 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો જ્યારે 19 હજાર 523 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆતથી, 2 કરોડ 25 લાખ 40 હજાર 803 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે અને 59 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 59 હજાર 052 લોકોએ વેક્સિનની બીજી માત્રા લઈ લીધી છે.

મંત્રાલયના રિપોર્ટમાં  કહેવામાં આવ્યું છે કે બિહાર, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં, 18 – 4 વર્ષની વયના 10 લાખથી વધુ લોકોને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે .

મંત્રાલયે જણાવ્યું હતું કે, આજે સાંજે સાત વાગ્યા સુધીના વચગાળાના અહેવાલ પ્રમાણે, દેશમાં કોવિડના 22 કરોડ 08 લાખ 62 હજાર 449 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં  99 લાખ 11 હજાર 519 આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો, 68 લાખ 14 હજાર 65 આરોગ્ય કર્મીઓને બીજા ડોઝ, 1 કરોડ 58 લાખ 39 હજાર 812 ફ્રન્ટલાઈન કર્મચારીઓને પ્રથમ ડોઝ અને 85 લાખ 76 હજાર 750 ફ્રન્ટલાઈન કર્મચારીઓને બીજી માત્રા આપવામાં આવી હતી.