નવી દિલ્હીઃ ભારતમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધતા હજારો લોકો ઓનલાઈન બેંકીગનો ઉપયોગ કરી રહ્યાં છે, બીજી તરફ સાયબર ઠગો પણ સક્રિય બન્યાં છે. જેથી મોદી સરકારે પણ હવે સાયબર ઠગો સામે કાનૂની કાળિયો કરવા માટે રણનીતિ તૈયાર કરી છે. મોદી સરકારે સાઈબર ક્રાઈમ, છેતરપીંડી તેમજ બોગસ ફોન કોલ્સના બનાવો અટકાવવા રૂપરેખા તૈયાર કરી છે. દરમિયાન અત્યાર સુધીમાં મોદી સરકારે લગભગ 52 લાખ જેટલા મોબાઈલ કનેક્શન બંધ કરવામાં આવ્યાં છે.
કેન્દ્રીય સંસાચર મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સીમ કાર્ડ સંબંધી ડિજીટલી છેતરપીંડી અટકાવવા માટે સરકારે અત્યાર સુધીમાં 52 જેટલા મોબાઈલ કનેકશન બંધ કરવામાં આવ્યાં છે એટલું જ નહીં 67 હજાર જેટલા ડીલરના નામ બ્લેક લિસ્ટમાં નાખવામાં આવ્યાં છે. મે 2023માં 300 જેટલા ડિલર્સની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વોટ્સએપએ ખુદ 66 હજાર એકાઉન્ડ બ્લોક કરી દીધા છે. આ નંબર છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલા છે. આ ઉપરાંત 8 લાખથી વધુ બેન્ક ખાતાના વોલેટ બંધ કરાયા છે. દેશમાં લગભગ 10 લાખ જેટલા સીમ કાર્ડ ડિલર છે. મોબાઈલ સીમકાર્ડ વેચતા 10 લાખથી વધુ ડિલરો માટે વેરિફિકેશન ફરજીયાત કર્યું, અને જથ્થાબંધ નવા સીમકાર્ડને આપવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે.
તેમણે કહ્યું કે ટેલિકોમ કંપનીઓ દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. તેઓ ડીલરની નિમણૂક કરતા પહેલા ચકાસણી માટે દરેક અરજદાર અને તેના/તેણીના વ્યવસાય સંબંધિત દસ્તાવેજોની વિગતો એકત્રિત કરશે. અગાઉ આ નિયમમાં ડીલરના વિગતવાર દસ્તાવેજોનો સમાવેશ થતો ન હતો.