મધ્યપ્રદેશના નેશનલ પાર્કમાં વસાવાયેલા ચિત્તાઓના અત્યાર સુધી 750 નામ સુચવાયા
ભોપાલઃ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વસાવામાં આવેલા આઠ ચિત્તાઓ માટે દેશભરમાંથી નામો સૂચવવામાં આવી રહ્યા છે. MyGov પ્લેટફોર્મ પર 750 થી વધુ નામો આવ્યા છે. તેમાં મિલ્ખા, ચેતક, વાયુ, સ્વસ્તિ જેવા નામ સૂચવવામાં આવ્યાં છે. આ સિવાય ચિત્તાના પુનઃસ્થાપના અભિયાન માટે પણ નામ બતાવવામાં આવી રહ્યાં છે. પુનઃસંગ્રહ અભિયાન માટે પણ નામો સામે આવી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલા આઠ ચિત્તાઓને એમપીના શ્યોપુર જિલ્લામાં કુનો નેશનલ પાર્કમાં મુક્ત કર્યાં હતા. રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમમાં પીએમ મોદીએ લોકોને ચિતા અને યોજનાઓના નામ આપવાની અપીલ કરી હતી. તેમણે લોકોને MyGov પ્લેટફોર્મ પર યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લેવા કહ્યું. સ્પર્ધાના વિજેતાઓને કુનો નેશનલ પાર્કમાં ચિત્તા જોવાની તક મળશે. અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર છે.
MyGov પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં 750 થી વધુ લોકોએ વીર, પનકી, ભૈરવ, બ્રહ્મા, રુદ્ર, દુર્ગા, ગૌરી, ભદ્રા, શક્તિ, બૃહસ્પતિ, ચતુર, વીરા, રક્ષા, મેધા અને મયુર જેવા નામો સૂચવ્યા છે. આ ઉપરાંત 800 થી વધુ લોકોએ અભિયાન માટે ‘કુનો કા કુંદન’, ‘મિશન ચિત્રક’, ‘ચિરાયુ અને ચિતવાલ’ જેવા શીર્ષકો સૂચવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે નામીબિયાના એક ચિત્તાનું નામ રાખ્યું છે. આ તમામ ચિતાઓના નામ છે – આશા, સેયા, ઓબાન, સિબિલી, સિયાસા, સવાન્નાહ, સાશા અને ફ્રેડી.